Home Bollywood કાજોલની ઓટીટી ડેબ્યુ ફિલ્મ જલદી રિલીઝ કરવામાં આવશે

કાજોલની ઓટીટી ડેબ્યુ ફિલ્મ જલદી રિલીઝ કરવામાં આવશે

299
0

જેનું દિગ્દર્શન રેણુકા શહાણે દ્વારા કરવામાં આવ્યું છે

કાજોલ ફિલ્મ ત્રિભંગા દ્વારા ડિજિટલ ડેબ્યુ કરી રહી છે. જેને જલદી જ રિલીઝ કરવામાં આવશે.આ ફિલ્મનું દિગ્દર્શન અભિનેત્રી રેણુકા શહાણેનું છે, તેમજ અજય દેવગણ તેનો સહાયક નિર્માતા છે.

કાજોલે ટ્વિટર પર શેર કરતાં કહ્યું હતું કે, મેં ફિલ્મ ત્રિભંગા દ્વારા ડિજિટલ ડેબ્યુ કર્યું છે. ત્રિભંગાનો મતલબ  થાય છે,  ટેઢી,મેઢી, ક્રેઝી પણ સેક્સી મહિલા જેનુ ં પ્રિમિયમ ૧૫ જાન્યુઆરીના નેટફ્લિકસ પર થવાનું છે.

આ ફિલ્મની વાર્તા પરિવાર પર આધારિત છે.રોજિંદા જીવનમાં પરિવારનું મહત્વ ધરાવતી સ્ટોરી આ ફિલ્મમાં દર્શાવામાં આવ્યું છે. આ ફિલ્મમાં  એક જ પરિવારની ત્રણ પેઢીની મહિલાઓ જોવા મળશે જેના આસપાસ આ ફિલ્મની વાર્તા વણવામાં આવી છે.

આ ફિલ્મમાં કાજલ સાથે મિથિલા પારકર, તન્વી આઝમી અને કુનાલ રોય કપૂર પણ કામ કરી રહ્યા છે.