Home Business JIO કંપનીના ગ્રાહકોની સંખ્યા 40 કરોડની થઇ, મોબાઇલ માર્કેટમાં JIOનો 35.03 ટકા...

JIO કંપનીના ગ્રાહકોની સંખ્યા 40 કરોડની થઇ, મોબાઇલ માર્કેટમાં JIOનો 35.03 ટકા હિસ્સો થયો

102
0

દેશના સૌથી ધનિકોમાં સતત તેરમા વરસે પહેલા ક્રમે બિરાજેલા રિલાયન્સના મૂકેશ અંબાણીની JIO કંપનીના ગ્રાહકોનો આંકડો 40 કરોડના આંકને આંબી ગયો હતો.

આ સાથે મોબાઇલ માર્કેટમાં JIOનો હિસ્સો 35.03 ટકાનો થઇ ગયો હતો. ટ્રાય (TRAI) ના રિપોર્ટમાં આ વિગત જાહેર કરવામાં આવી હતી.

સોમવારે TRAIએ પ્રગટ કરેલા એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ આ વર્ષના જુલાઇમાં JIOએ 35 લાખ નવા ગ્રાહકો મેળવ્યા હતા. જુલાઇમાં JIOના મોબાઇલ ફોન કનેક્શન વધીને 114.4 કરોડ થઇ ગયા હતા. એમાં શહેરી વિસ્તારોમાં 61.9 અને ગ્રામ વિસ્તારોમાં 52.1 કરોડ ગ્રાહકોનેા સમાવેશ થયો હતો.

એ સાથે દેશભરમાં મોબાઇલ ફોનના વપરાશકારોનો આંકડો વધીને 116.4 કરોડની થઇ હતી. TRAIના રિપોર્ટમાં જણાવાયા મુજબ ઘણાં વરસો પછી પહેલીવાર લેન્ડ લાઇન કનેક્શનમાં પણ થોડો વધારો નોંધાયો હતો. જુલાઇમાં લેન્ડ લાઇન કનેક્શન વધીને 19 કરોડ 82 લાખ 20,419ની થઇ હતી. એમાં જીયો અને અન્ય કંપનીઓના પ્રદાનનો પણ સમાવેશ થયો હતો.