Home Gujarati હાથરસના બહાને તોફાનોનું કાવતરું:રમખાણો ફેલાવવા માટે ઉગ્રવાદી સંગઠન PFIને 100 કરોડનું ફંડ...

હાથરસના બહાને તોફાનોનું કાવતરું:રમખાણો ફેલાવવા માટે ઉગ્રવાદી સંગઠન PFIને 100 કરોડનું ફંડ મળ્યું હતું, જેમાંથી 50 કરોડ મોરેશિયસથી આવ્યા હતા; શાહિનબાગ વખતે પણ આ સંગઠનની સામેલગીરી હતી

136
0

PFIના આ ચાર કાર્યકરોની મંગળવારે રાત્રે મથુરામાં ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મુઝફ્ફરનગરનો અતીક, બહરાઈચનો મસૂદ અહેમદ, રામપુરનો આલમ અને કેરળના મલ્લપુરમનો સિદ્દીક સામેલ છે.

હાથરસમાં ગેંગરેપની કથિત ઘટનાના બહાને રમખાણો ફેલાવવાના કાવતરાને લઈને દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. નવી જાણકારી ઉગ્રવાદી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ને લઈને સામે આવી છે. સૂત્રો મુજબ PFIને હાથરસ કાંડના બહાને યૂપીમાં જાતીય રમખાણ ફેલાવવા માટે 100 કરોડ રૂપિયાનું ફંડ પણ મળ્યું હતું. જેમાથી 50 કરોડ મોરેશિયસથી આવ્યા હતા. PFI તે જ સંગઠન છે જેનું નામ CAAના વિરોધમાં દિલ્હીમાં થયેલા રમખાણોમાં આવ્યું હતું.

PFIના 4 કાર્યકરો સામે FIR નોંધાઈ
દિલ્હીથી હાથરસ જઇ રહેલા 4 કાર્યકરોને મંગળવારે રાત્રે મથુરામાં પકડવામાં આવ્યા હતા. તેમની સામે FIR નોંધાઈ છે. તેમની પાસેથી 6 સ્માર્ટફોન, એક લેપટોપ, ‘જસ્ટિસ ફોર હાથરસ વિક્ટિમ’ અને Am I not India’s daughter, made with Carrd લખેલા પ્લેમ્ફલેટ મળી આવ્યા હતા. પોલીસ આરોપીઓને રિમાન્ડ પર લઈને પૂછપરછ કરશે.

શરૂઆતની તપાસમાં સામે આવ્યું છે કે રમખાણ ફેલાવવા અને પછી બચીને ભાગવાની ટિપ્સ બતાવનારી વેબસાઇટ justice for hathras સાથે ચાર આરોપીઓનું કનેક્શન છે. એવું પણ જાણવા મળ્યું છે કે કેટલાક લોકો carrd.co વેબસાઇટ દ્વારા ફંડ મેળવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. વિદેશથી મળનારા ફંડનો ઉપયોગ રમખાણોને ભડકાવવા માટે કરવામાં આવે છે.

carrd.co અને justice for hathras વેબસાઇટ પર આ આરોપ

  • વેબસાઇટથી જોડાયેલ સંગઠન કાર્યકરોની ભીડ એકઠી કરવા, અફવા ફેલાવવા, ફંડ મેળવવા અને પીડિતોને ન્યાય અપાવવાના નામે દેશ વિરોધી કામ કરે છે.
  • વેબસાઇટ દ્વારા ભારત વિરુદ્ધ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેવી રીતે મોબ લિંચિંગની ઘટનાનો ખોટો પ્રચાર, હાલમાં શ્રમિકોનું સ્થળાંતર અને કાશ્મીરને લઈને ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
  • વેબસાઇટ્સનો હેતુ સાંપ્રદાયિક તણાવ વધારવાનો અને સમાજમાં અસ્થિરતા ઊભી કરીને રમખાણોને ફેલાવવાનો છે. તેના દ્વારા જ જણાવવામાં આવે છે કે રમખાણો દરમિયાન ઓળખ કઈ રીતે છુપાવવી અને પરિસ્થિતીને કઈ રીતે બગાડવી.

પોલીસ હવે તપાસ કરશે કે આ પ્લેટફોર્મ કોણે અને કયા હેતુથી બનાવ્યું છે. અત્યાર સુધી આ વેબસાઇટ દ્વારા કેટલું ફંડ મેળવવામાં આવ્યું છે. જે ફંડ મેળવવામાં આવ્યું છે તેનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો છે અને કોના કોના ખાતામાં રૂપિયા મોકલવામાં આવ્યા છે. ગેરકાયદેસર ફંડિંગને લઈને ઈડી પણ મની લોન્ડ્રિંગની દ્રષ્ટિએ શરૂની તપાસ કરી રહ્યું છે. જલ્દી જ આ મામલે કેસ પણ દાખલ કરવામાં આવી શકે છે.