Home blog આ એક આદતના કારણે ભારતીયોથી દૂર ભાગી રહ્યો છે જીવલેણ કોરોના!, અત્યંત...

આ એક આદતના કારણે ભારતીયોથી દૂર ભાગી રહ્યો છે જીવલેણ કોરોના!, અત્યંત ચોંકાવનારો ખુલાસો

129
0

આખા વિશ્વના મનમાં સવાલ છે કે ભારતમાં આટલી વસ્તી હોવા છતાં કોરોનાનો હાહાકાર અન્ય દેશોની સરખામણીમાં ઓછો કેમ? એક રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

જો તમને એમ લાગતુ હોય કે ભારતમાં કોરોના વાયરસ અન્ય દેશોની સરખામણીએ ઓછો ફેલાવવા પાછળનું કારણ માત્ર સરકારના નિર્દેશોનું પાલન કરવું છે તો કદાચ તમે ખોટા છો. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે હાલમાં જ કરાયેલા એક રિસર્ચમાં જોવા મળ્યું છે કે ભારતમાં કોવિડ-19 નું સંક્રમણ ઓછું ફેલાવવાનું કારણ ભારતીયોની ‘અસ્વચ્છ’ એટલે કે સરળ શબ્દોમાં કહીએ તો ગંદા રહેવાની આદતો છે.

National Centre for Cell Sciences પુણે અને  Chennai Mathematical Institute ના વૈજ્ઞાનિકો દ્વારા આ રિસર્ચ હાથ ધરવામાં આવ્યો હતો. રિસર્ચર્સનું માનીએ તો ભારતના લોકોના અસ્વચ્છ રહેવાની આદતે જ તેમની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવી દીધી છે. આજે દુનિયામાં કોરોનાના સૌથી ઓછા કેસ અને ઓછા મૃત્યુદરની સાથે ભારત કોવિડ-19ને હરાવવામાં અન્ય દેશો કરતા સૌથી વધુ આગળ છે. આ અભ્યાસે ભારતીય સંદર્ભમાં મહામારીને જોતા એક નવો જ એંગલ આપી દીધો છે. જો કે રિસર્ચર્સે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, ‘અમે એવું નથી કહેતા કે માત્ર ખરાબ સ્વાસ્થ્ય અને અસ્વચ્છતા જ કોવિડ 19 સંક્રમણ રોકવાના કારણ છે.’

રિસર્ચ મુજબ હાઈ માઈક્રોબિયલથી એક્સપોઝ થવું એ કોવિડ 19ના સંક્રમણને રોકવામાં મદદગાર સાબિત થઈ શકે છે. પરંતુ રિસર્ચર્સ કોઈ પણ સંજોગોમાં અસ્વચ્છ આદતોને અપનાવવાની કે ફોલો કરવાની માગણી કરતા નથી, કે ન તો તેઓ આવી આદતોને કોવિડ 19ના સંક્રમણને રોકવાનો વિકલ્પ ગણે છે. તેઓ આ રિસર્ચની સંપૂર્ણ રીતે ખરાઈ પણ કરતા નથી. પરંતુ હવે જોવાનું એ છે કે જો આ સ્ટડી સાચો છે તો  શું ભારતીયોએ પોતાની આદતો સુધારવી ન જોઈએ? શું સાચ્ચે જ માત્ર ખરાબ સ્વાસ્થ્ય અને અસ્વચ્છતા કોવિડ 19 સંક્રમણને રોકવા માટે પૂરતા છે?