Home blog 108ની ઉત્તમ કામગીરી:સુરતમાં સગર્ભાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવા છતા સ્ટાફે સાથ ન...

108ની ઉત્તમ કામગીરી:સુરતમાં સગર્ભાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવા છતા સ્ટાફે સાથ ન છોડ્યો, પીડા વધી જતા એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરી

116
0

સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટર બહાર 108માં એક કોરોના પોઝિટિવ સગર્ભાએ પ્રસૂતિમાં બાળકને જન્મ આપ્યો હતો. ઘટનાની જાણ બાદ ટ્રોમાં સેન્ટરની સિસ્ટર અને બ્રધર્સ દોડી ગયા અને ક્લિનિકલ તમામ પ્રોસેસ કરી માતા અને બાળક વચ્ચેની નાદ કાપી બન્નેને તાત્કાલિક ટ્રોમાં સેન્ટરમાં લઈ આવ્યા હતા.

બુધવારે રાત્રે આઠ વાગે 108માં લવાયેલી મહિલા ઇન્દિરા નગર ભટારની હોવાનું બહાર આવ્યું હતું. રત્નાબેન અભિમન્યુ સોલંકીને પ્રસૂતિની પીડા ઉપડતા 108માં સિવિલના કોવિડ-19 હોસ્પિટલમાં લવાયા હતા. જ્યાં કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ પોઝિટિવ આવતાની સાથે જ પ્રસૂતિની પીડા વધી ગઈ હતી. જેથી તેમને 108માં તાત્કાલિક ટ્રોમા સેન્ટરમાં લવાયા હતા. જોકે આ બાબતે ટ્રોમના ડૉક્ટર કે જાણ કરાઈએ પહેલાં જ રત્ના બેને 108માં બાળકને જન્મ આપ્યો હતો. બીજી બાજુ 108માં પ્રસુતિ થઈ હોવાની જાણ થતા જ ડોક્ટર અને સિસ્ટરો દોડી આવ્યા હતા અને નાળ કાપી માતા અને બાળકને છુટા પાડી ટ્રોમાં સેન્ટરમાં લઈ આવ્યા હતા. ત્યારબાદ બાળક ને NICUમાં રીફર કરવામાં આવ્યો હતો અને માતાને ગાયનીક વોર્ડમાં મોકલી આપવામાં આવી હતી. જોકે કોરોના પોઝિટિવ સગર્ભાને પ્રસુતિ બાદ તાત્કાલિક સારવાર આપનાર મિલી સિસ્ટર અને ડોક્ટરોની કામગીરીને પરિવારે પણ અવકારી આભાર વ્યક્ત કર્યો હતો.

સુરતમાં કોરોના કાળનો આ પ્રથમ કેસ, જ્યાં પોઝિટિવ સગર્ભાની 108માં ડિલિવરી થઈ
મિલી ચૌહાણ (સિસ્ટર, ટ્રોમાં સેન્ટર) એ જણાવ્યું હતું કે, 108માં કોરોના પોઝિટિવ કોઈ મહિલાને પ્રસુતિ થઈ હોવાનું જાણવા મળતા જ દોડી ગઈ હતી. 108માં સગર્ભાના બાળકનું માથું બહાર આવી ગયું હતું. આવા સંજોગોમાં પોતાની સુરક્ષા જોવા કરતા નરસિંગ ધર્મ નિભાવવાની ફરજ ને ધ્યાનમાં લઈ યુનિફ્રોમ પર જ તાત્કાલિક સગર્ભાની પ્રસુતિ કરાવી બાળક અને માતા વચ્ચેની નાળ કાપી હતી. ત્યારબાદ બાળકને NICU અને માતાને પ્રસુતિ વોર્ડમાં મોકલી આપ્યા હતા. કોરોના પોઝિટિવ કેસ હોવાથી ટ્રોમાં સેન્ટરમાં પણ લાવી શક્યા ન હતા. કોરોના માહામારીનો લગભગ આ પ્રથમ કેસ હશે કે પોઝિટિવ સગર્ભાની 108માં પ્રસુતિ કરાવી પડી હોય. આવા સમયમાં નસિંગ સ્ટાફ જોખમ જોતું નથી.

અમને માત્ર પ્રસૂતિની છેલ્લી પીડા દેખાય રહી હતી: 108 સ્ટાફ
પીયૂષ પટેલ (EMT 108, નવ જીવન લોકેશન) એ જણાવ્યું હતું કે, કોલ લગભગ 6:45ની હતો. અલઠાણ હેલ્થ સેન્ટર પર એક પ્રસૂતાને સિવિલ રીફર કરવાની હોવાનું જાણવા મળ્યું હતું. અલઠાણ હેલ્થ સેન્ટર પર પહોંચ્યા બાદ સગર્ભાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને પ્રસૂતિની છેલ્લી પીડા દેખાય રહી હતી. જેથી તાત્કાલિક આ કેસને ટ્રોમા સેન્ટરમાં જ લઈ આવ્યા હતા. જ્યાં ટ્રોમાના નરસિંગ સ્ટાફ અને ડોક્ટરોની મદદથી 108માં જ પ્રસુતિ કરાવવી પડી હતી.