Home Apple ઠગો સામે ‘સાયબર આશ્વસ્ત’ બિનઅસરકારક? શરૂ થયા બાદ લોકોના 69 કરોડ રુપિયા...

ઠગો સામે ‘સાયબર આશ્વસ્ત’ બિનઅસરકારક? શરૂ થયા બાદ લોકોના 69 કરોડ રુપિયા થયા ચાઉં

146
0

ટાભાગની સુવિધા સાયબર ક્રાઇમને અપાઈ છતાંય લોકોના નાણાં સાયબર ક્રાઇમ નથી બચાવી શકી.

છેલ્લા ગણતરીના માસમાં જ ગુજરાતીઓના 69 કરોડ સાયબર ક્રાઇમના ગુનામાં ડૂબી ગયા હોવાનો આંકડો સામે આવ્યો છે. તો સાયબર ક્રાઇમ ના ગુનાઓ સામે રક્ષણ કવચ સમાન આસ્વસ્ત પ્રોજેકટ હેઠળ માત્ર સાતેક કરોડ જ સાયબર ક્રાઇમ બચાવી શકી છે જે વાત શરમજનક છે. કેમકે, મોટાભાગની સુવિધા સાયબર ક્રાઇમને અપાઈ છતાંય લોકોના નાણાં સાયબર ક્રાઇમ નથી બચાવી શકી.

લોકડાઉન બાદ લોકો ડીજીટલ વેગ તરફ વધુ વળ્યા છે. ઓનલાઈન પેમેન્ટ ઓનલાઈન ખરીદી સહિત ઈન્ટરનેટના માધ્યમનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે ડિજીટલ ઉપયોગના કારણે મોબાઈલ ધારકોના ડેટા પણ ઓનલાઈન સસ્તા ભાવે વેચાઈ રહયા છે. આ ડેટાના માધ્યમથી સાયબર ક્રાઇમના ગુના કરતી ટોળકી લાલચ, યુક્તિ, પ્રયુક્તિથી લોકોને છેતરીને પૈસા પડાવી લે છે. ત્યારે ગુજરાતમા સાયબર ક્રાઇમને અટકાવવા માટે વર્ષ 2019ના ફેબ્રુઆરી માસથી સાયબર આસ્વસ્ત પ્રોજેકટ ખાસ શરૂ કરવામા આવ્યો હતો. ત્યારે અત્યાર સુધીમા ગુજરાતીઓ 69 કરોડ 58 લાખ ગુમાવી ચૂક્યા છે. તો એની સામે સાયબર આસ્વસ્ત પ્રોજેકટ હેઠળ માત્ર 7 કરોડ 40 લાખ જ લોકોના પૈસા બચવામા સફળ રહી અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચ સફળ રહી છે.

લોકોના આ નાણાં ડૂબ્યા તેમાં પોલિસીને લગતા ફ્રોડ, ઓનલાઈન વ્યવસાયની ઠગાઇ, Kyc અપડેટ ઠગાઈ, ઓનલાઇન બેકિંગ ઠગાઈ, ઓટીપી ફ્રોડ જેવા ફ્રોડનો સમાવેશ થાય છે. ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં સાઇબર ક્રાઇમની ઘટનાની વાત કરીએ તો, વર્ષ 2017માં 458, વર્ષ 2018 702 અને વર્ષ 2019માં 784 સાયબર ક્રાઇમની ઘટનાઓ બની હતી. સાયબર ક્રાઇમ અલગ અલગ સંસ્થામા જનજાગૃતિ માટે કાર્યક્રમ કરીને જાણે ધતિંગ કરે છે. પણ લોકોના નાણા અનેક સુવિધાઓ પોતાની પાસે હોવા છતાં બચાવી શકી નથી.