Home Uncategorised Covid-19: ઓક્સફર્ડ વેક્સીન ટ્રાયલ દરમિયાન બ્રાઝીલમાં એક Volunteerનું મોત

Covid-19: ઓક્સફર્ડ વેક્સીન ટ્રાયલ દરમિયાન બ્રાઝીલમાં એક Volunteerનું મોત

131
0

COVID-19 વેક્સીન ટ્રાયલમાં મોટો આંચકો, Volunteerના મોત બાદ પણ આ કારણે ટ્રાયલ નહીં રોકવામાં આવે

\

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ દુનિયાભરમાં લગભગ 12 વેક્સીન એવી છે જેના ટ્રાયલ અંતિમ ચરણમાં છે. આ ટ્રાયલમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી અને AstraZenecaની કોરોના વેક્સીનને સૌથી સારી ગણાવવામાં આવી રહી છે. જોકે ખરાબ સમાચાર એ છે કે આ વેક્સીનના ટ્રાયલ દરમિયાન બ્રાઝીલમાં એક Volunteerનું મોત થયું છે.

બ્રાઝીલની હેલ્થ ઓથોરિટી Anvisaએ બુધવારે જણાવ્યું કે વેક્સીનના ટ્રાયલમાં સામેલ એક Volunteerનું મોત ભલે થયું હોય પરંતુ મોતનું કારણ વેક્સીન નથી. બ્રાઝીલે નિર્ણય કૃયો છે કે આ ઘટના બાદ પણ હાલ ટ્રાયલ નહીં રોકવામાં આવે.

ફેડરલ યુનિવર્સિટી ઓફ સાઓ પાઓલોની મદદથી બ્રાઝીલમાં કોરોનાની વેક્સીન AZD222ના ત્રીજા ચરણનું ટ્રાયલ ચાલી રહ્યું છે. યુનિવર્સિટીએ જાણકારી આપી છે કે જે Volunteerનું મોત થયું છે તે બ્રાઝીલનો રહેવાસી છે. બ્લૂમબર્ગ મુજબ આ વ્યક્તિની ઉંમર 28 વર્ષની હતી અને તેને તમામ વેક્સીન નહોતી આપવામાં આવી.

Anvisaએ કહ્યું કે દુર્ઘટના બાદ પણ વેક્સીનનું ટ્રાયલ ચાલતું રહેશે પરંતુ આ વિશે વધુ જાણકારી નથી આપવામાં આવી. બીજી તરફ ઓક્સફર્ડના વૈજ્ઞાનિકોએ કહ્યું કે વેક્સીનની સુરક્ષાને લઈ ચિંતાની વાત નથી. આ પહેલા સપ્ટેમ્બરમાં બ્રિટનમાં વેક્સીનના ટ્રાયલ દરમિયાન એક Volunteerને હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. બીજી તરફ દક્ષિણ કોરિયામાં પણ ફ્લૂ શોટ લગાવ્યા બાદ પાંચ લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે.

રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં પણ હવે FDAએ સેફ્ટી ડેટા રિવ્યૂ બાદ ટ્રાયલ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ હવે ફરી એકવાર સવાલ ઊભા થયા છે કે બ્રાઝીલની ઘટના બાદ શું નિર્ણય લેવામાં આવશે. બીજી તરફ કોરોનાના સંક્રમણને લઈ બ્રિટનના ટોપ વૈજ્ઞાનિક સલાહકારના દાવાથી લોકોની ચિંતા વધી ગઈ છે.

મહામારી માટે રચવામાં આવેલી બ્રિટિશ સરકારની સલાહકાર સમિતિના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે કહ્યું કે કોરોનાને ક્યારેય ખતમ નથી કરી શકાય. તે લોકોની વચ્ચે હંમેશા રહેશે. તેઓએ કહ્યું કે જોકે એક વેક્સીન હાલની સ્થિતિને થોડી સારી કરવામાં મદદ ચોક્કસ કરશે.

કોરોનાની વિરુદ્ધ જંગમાં સૌથી અગત્યની માનવામાં આવી રહેલી ઓક્સફર્ડ યુનિવર્સિટી અને AstraZenecaની કોવિડ-19 વેક્સીનના ટ્રાયલ દરમિયાન બ્રાઝીલમાં એક Volunteerના મોત બાદ પણ ટ્રાયલ નહીં રોકવામાં આવે.