Home Gujarati ભારત પછી ચીનની તાઈવાનમાં ઘુસણખોરી:ચીનના 18 ફાઈટર જેટ્સે તાઈવાનની સીમામાં ઉડાન ભરી

ભારત પછી ચીનની તાઈવાનમાં ઘુસણખોરી:ચીનના 18 ફાઈટર જેટ્સે તાઈવાનની સીમામાં ઉડાન ભરી

125
0
  • ચીને આ હરકત ત્યારે કરી જ્યારે અમેરિકાના અંડર સેક્રેટરી કીથ ક્રેચ તાઈવાનમાં હાજર હતા
  • સાઉથ ચાઈના સી માં ચીન નાના દેશોને ધમકાવી રહ્યું છે, અમેરિકાએ કહ્યું- તાઈવાનનો સાથ આપવા તૈયાર
  • ચીનના 18 ફાઈટર જેટ્સે શુક્રવારે સાંજે તાઈવાનના હવાઈ વિસ્તારમાં ઘુસણખોરી કરી છે. આ ફાઈટર જેટ્સે ત્યાં અમુક મીનિટો સુધી ઉડાન ભરી અને પરત ફર્યા. ત્યારપછી ચીને કહ્યું કે, આ અમારા તરફથી અમેરિકા અને તાઈવાનને વોર્નિંગ છે. ખાસ વાત એ છે કે, જે સમયે આ ફાઈટર જેટ્સ તાઈવાનના આકાશમાં ઉડાન ભરી રહ્યા હતા ત્યારે અમેરિકાના અંડર સેક્રેટરી કીથ ક્રેચ તાઈવાનના પાટનગર તાઈપાના એક કાર્યક્રમમાં હાજર હતા.

    ચીનના ફાઈટર જેટ્સ જ્યારે તાઈવાનની સીમામાંથી પરત ફર્યા તેની થોડી વાર પછી ચીનના રક્ષા મંત્રાલયના એક સીનિયર ઓફિસરનું નિવેદન આવ્યું હતું. કર્નલ રેન ગુઓકિંયાગે કહ્યું હતું- જે લોકો આગ સાથે રમવાનો પ્રયત્ન કરશે તે દાઝી જશે. ત્યાંના એક સરકારી થિંક ટેન્કે કહ્યું- અમારા તરફથી આ અમેરિકા અને તાઈવાન બંને માટે વોર્નિંગ છે.

  • fiterjat-newsnfeeds
    fiterjat-newsnfeeds
  • બે મહિનામાં આવું બીજી વખત થયું છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કોઈ મંત્રી સ્તરના ઓફિસરને તાઈવાન મોકલ્યા છે. 1979 પછી અમેરિકાના કોઈ મોટા ઓફિસર તાઈવાન જતા નહતા. જોકે બંને દેશો વચ્ચે રાજકીય સંબંધો ઘણાં સારા છે. ચીનીન આ હરકત વિશે અમેરિકાએ હજી કોઈ જવાબ આપ્યો નથી.
  • જે દરમિયાન ચીની ફાઈટર જેટ્સ તાઈવાનના આકાશમાં પહોંચ્યા ત્યારે જ તાઈવાને તેમના એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમને એક્ટિવ અને હાઈ એલર્ટ પર મુકી દીધા હતા. જોકે તાઈવાન તરફથી જવાબી કાર્યવાહીની શંકાએ ચીન એરક્રાફ્ટ્સ તુરંત પરત ફર્યા હતા. બુધવારે પણ ચીનના બે ફાઈટર જેટ્સ તાઈવાનની હવાઈ સીમામાં ઘુસણખોરી કરી ચૂક્યા હતા.

देखिये इस बॉलीवुड हीरोइन की दिल धड़क तस्वीरें