Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
Vogue – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Mon, 19 Oct 2020 07:42:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 મમ્મી બનવા ઉત્સુક અમૃતા રાવે શેર કરી બેબી બંપની તસવીર, કેટલા મહિનાની ગર્ભવતી છે જણાવ્યું https://newsnfeeds.com/eager-to-be-a-mom-amrita-rao-shared-a-picture-of-baby-bump-how-many-months-pregnant-she-is/ Mon, 19 Oct 2020 07:42:07 +0000 https://newsnfeeds.com/?p=157212 RJ અનમોલ અને એક્ટ્રેસ અમૃતા રાવ લગ્નના 4 વર્ષ બાદ પેરેન્ટ્સ બનવાના છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર તસવીર પોસ્ટ કરીને જણાવ્યું કયો મહિનો ચાલી રહ્યો છે. બોલિવુડ એક્ટ્રેસ અમૃતા રાવ જલદી જ મમ્મી બનવાની છે. હાલમાં જ અમૃતાની એક તસવીર સામે આવી હતી જેમાં તેનો બેબી બંપ દેખાતો હતો. આ ફોટો સામે આવ્યા બાદ અમૃતાએ […]

The post મમ્મી બનવા ઉત્સુક અમૃતા રાવે શેર કરી બેબી બંપની તસવીર, કેટલા મહિનાની ગર્ભવતી છે જણાવ્યું appeared first on News n Feeds.

]]>
RJ અનમોલ અને એક્ટ્રેસ અમૃતા રાવ લગ્નના 4 વર્ષ બાદ પેરેન્ટ્સ બનવાના છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર તસવીર પોસ્ટ કરીને જણાવ્યું કયો મહિનો ચાલી રહ્યો છે.

બોલિવુડ એક્ટ્રેસ અમૃતા રાવ જલદી જ મમ્મી બનવાની છે. હાલમાં જ અમૃતાની એક તસવીર સામે આવી હતી જેમાં તેનો બેબી બંપ દેખાતો હતો. આ ફોટો સામે આવ્યા બાદ અમૃતાએ પ્રેગ્નેન્સીના અહેવાલો કન્ફર્મ કર્યા હતા. હવે, પહેલીવાર 39 વર્ષની અમૃતાએ સોશિયલ મીડિયા પર બેબી બંપ ફ્લોન્ટ કરતી તસવીર શેર કરી છે. આ તસવીરમાં અમૃતા પતિ અનમોલ સાથે જોવા મળે છે.

વ્હાઈટ ડ્રેસમાં બેબી બંપ ફ્લોન્ટ કરી રહેલી અમૃતાએ તસવીર શેર કરતાં લખ્યું, “તમારા માટે આ 10મો મહિનો છે પરંતુ અમારા માટે 9મો છે. સરપ્રાઈઝ…સરપ્રાઈઝ…અનમોલ અને હું પ્રેગ્નેન્સીના નવમા મહિનામાં છીએ. મારા ફેન્સ અને મિત્રો સાથે આ ગુડન્યૂઝ શેર કરવા માટે હું ખૂબ ઉત્સાહિત છું. (માફ કરશો આ વાત આટલા સમય સુધી મેં મારા પેટમાં છુપાવીને રાખી) પણ આ વાત સાચી છે. બાળક જલદી જ આવી રહ્યું છે. અનમોલ, અમારા પરિવારો અને મારા માટે આ જર્ની ખૂબ જ રોમાંચક રહી. બ્રહ્માંડનો આભાર…તમારા સૌનો આભાર. આશીર્વાદ આપતા રહેજો.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ અમૃતા રાવે પોતાની પ્રેગ્નેન્સી વિશે વાત કરતાં કહ્યું હતું કે, તેનો પતિ RJ અનમોલ રોજ રાત્રે ભગવદગીતા વાંચીને સંભળાવે છે. અમૃતાએ કહ્યું, “હાલ અનમોલ વર્ક ફ્રોમ હોમ કરતો હોવાથી અમે ઘણો સમય સાથે વિતાવીએ છીએ. રોજ રાત્રે અનમોલ મને અને બાળકને ભગવદગીતાનો એક અધ્યાય વાંચીને સંભળાવે છે.” અનમોલ અને અમૃતા બંનેને જૂના જમાનાના ગીતો પસંદ છે. ત્યારે ‘જીવન કી બગીયા મહેકેગી’ તેમનું મનપંસદ છે. હાલ તેઓ જે તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે, તેના માટેની ગીતની પર્ફેક્ટ કડી પણ મળી ગઈ છે. ‘થોડા હમારા, થોડા તુમ્હારા, આયેગા બચપન ફિર સે હમારા’, આ પંક્તિને હાલ અમૃતા અને અનમોલ જીવી રહ્યા છે. સાથે જ અમૃતાએ મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે, તેનું આવનારું બાળક બહુ ડિમાન્ડિંગ નથી. તેને વિવિધ વસ્તુઓ ખાવાની ઈચ્છા નથી થતી. તે જે પણ ખાય છે તેમાં બેબી સંતોષ માને છે.

જણાવી દઈએ કે, અમૃતા અરોરા અને RJ અનમોલે 2016માં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંને સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા હતા. વર્કફ્રંટની વાત કરીએ તો, અમૃતા છેલ્લે બાલા સાહેબ ઠાકરેની બાયોપિકમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં અમૃતાએ બાલા સાહેબ ઠાકરેનાં પત્ની મીના ઠાકરેનો રોલ ભજવ્યો હતો. ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દિકી લીડ રોલમાં હતો.

The post મમ્મી બનવા ઉત્સુક અમૃતા રાવે શેર કરી બેબી બંપની તસવીર, કેટલા મહિનાની ગર્ભવતી છે જણાવ્યું appeared first on News n Feeds.

]]>
157212
દેશમાં છેલ્લા પાંચ મહિનામાં સાઈકલોનું રેકોર્ડ બ્રેક વેચાણ, મનપસંદ સાઈકલ માટે કરવું પડે છે બુકિંગ https://newsnfeeds.com/record-break-sales-of-bicycles-in-the-last-five-months-in-the-country-booking-for-favorite-bicycles/ Fri, 16 Oct 2020 06:57:30 +0000 https://newsnfeeds.com/?p=157153 છેલ્લા પાંચ મહીનામાં સાઈકલનું વેચાણ 100 ટકા સુધી વધ્યું છે. ઘણી જગ્યાએ લોકો પોતાની ગમતી સાઈકલ ખરીદવા માટે બુકિંગ કરાવવું પડી રહ્યું છે ભારતમાં છેલ્લા પાંચ મહિનામાં સાઈકલનું વેચાણ લગભગ બેગણુ વધી ગયું છે. અનેક શહેરોમાં લોકોને પોતાની ગમતી સાઈકલ ખરીદવા માટે રાહ જોવી પડી રહી છે. જાણકારો અનુસાર દેશમાં પહેલીવાર સાઈકલને લઈન લોકોનું વલણ […]

The post દેશમાં છેલ્લા પાંચ મહિનામાં સાઈકલોનું રેકોર્ડ બ્રેક વેચાણ, મનપસંદ સાઈકલ માટે કરવું પડે છે બુકિંગ appeared first on News n Feeds.

]]>
છેલ્લા પાંચ મહીનામાં સાઈકલનું વેચાણ 100 ટકા સુધી વધ્યું છે. ઘણી જગ્યાએ લોકો પોતાની ગમતી સાઈકલ ખરીદવા માટે બુકિંગ કરાવવું પડી રહ્યું છે

ભારતમાં છેલ્લા પાંચ મહિનામાં સાઈકલનું વેચાણ લગભગ બેગણુ વધી ગયું છે. અનેક શહેરોમાં લોકોને પોતાની ગમતી સાઈકલ ખરીદવા માટે રાહ જોવી પડી રહી છે. જાણકારો અનુસાર દેશમાં પહેલીવાર સાઈકલને લઈન લોકોનું વલણ જોવા મળી રહ્યું છે અને તેની પાછળનું એક મોટું કારણ કોરોના મહામારી બાદ લોકોમાં આવેલી સ્વાસ્થ્યને લઈને જાગૃતતા છે.

100 ટકા વધ્યું સાઈકલનું વેચાણ
એક અનુમાન અનુસાર ભારત દુનિયાનો બીજો સૌથી મોટો સાઈકલ નિર્માતા દેશ છે. સાઈકલ નિર્માતાઓના રાષ્ટ્રીય સંગઠન એઆઈસીએમએ અનુસાર મે થી સપ્ટેમ્બર 2020 સુધી પાંચ મહિનામાં દેશમાં કુલ 41, 80, 945 સાઈકલોનું વેચાણ થયું છે. ઓલ ઈન્ડિયા સાઈકલ મેન્યુફેક્ચર્સ એસોસિએશન (AICMA)ના મહાસચિવ કેબી ઠાકુરે કહ્યું કે, સાઈકલની માગમાં અભૂતપૂર્વ વધારો થયો છે. ઇતિહાસમાં કદાચ પહેલીવાર સાઈકલને લઈને આવું રુઝાન જોવા મળ્યું છે.

તેમણે જણાવ્યું કે, “આ પાંચ મહીનામાં સાઈકલનું વેચાણ 100 ટકા સુધી વધ્યું છે. ઘણી જગ્યાએ લોકો પોતાની ગમતી સાઈકલ ખરીદવા માટે બુકિંગ કરાવવું પડી રહ્યું છે. ” એક અગ્રણી સાઈકલ કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે, અનલોક શરુ થતાની સાથે જ સાઈકલના વેચાણમાં મોટો ઉછાળો આવ્યો હતો.

એપ્રિલમાં નથી વેચાઈ એક પણ સાઈકલ

સંગઠને જણાવ્યું કે, આંકડા અનુસાર કોરોના વાયરસની મહામારીના કારણે લાદવામાં આવેલા લોકડાઉનના કારણે એપ્રિલ મહિનામાં એક પણ સાયકલનું વેચાણ થયું નથી. મે મહિનામાં આ આંકડો 4,56,818 હતો. જૂનમાં બેગણો વધારો થતા 8,51,060 થઈ. જ્યારે સપ્ટેમ્બરમાં દેશમાં એક મહીનામાં 11,21,544 સાઈકલ વેચાઈ. આમ છેલ્લા પાંચ મહિનામાં કુલ 41,80,945 સાઈકલનું વેચાણ થયું છે.

ઠાકુરે જણાવ્યું કે, કોરોના મહામારીએ લોકોને પોતાના સ્વાસ્થ્ય તથા ઈમ્યુનિટીને લઈને પોતાને સજાગ બનાવ્યા છે અને સોશિયલ ડિસ્ટેસિંગને લઈને સાવધાન થયા છે. એવામાં સાઈકલ મહત્વપૂર્ણ વિકલ્પ સાબિત થઈ છે.

The post દેશમાં છેલ્લા પાંચ મહિનામાં સાઈકલોનું રેકોર્ડ બ્રેક વેચાણ, મનપસંદ સાઈકલ માટે કરવું પડે છે બુકિંગ appeared first on News n Feeds.

]]>
157153