Home Bollywood ICUમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે બૉલિવૂડનો આ એક્ટર, પૂજા...

ICUમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે બૉલિવૂડનો આ એક્ટર, પૂજા ભટ્ટે મદદ માટે કરી અપીલ

146
0

વિતેલા દાયકાઓમાં અનેક ફિલ્મોમાં કામ કરનારા આ એક્ટરની નાણાકીય સ્થિતિ કથળેલી છે, પરિવારને પણ મદદની આશા

બૉલિવૂડના વિતેલા દાયકાના અભિનેતાની તબિયત લથડતા તેને બેગ્લૂરુની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અહીંયા આ એક્ટર જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. વિતેલા દશકના એક્ટર ફરાઝ ખાન માટે વિતેલા દાયકાની જ ખ્યાતનામ અભિનેત્રી પૂજા ભટ્ટે પણ મદદની અપીલ કરી છે. પૂજા ભટ્ટે ફરાઝ માટે ટ્વીટર પર પોસ્ટ મૂકીને મદદ માંગી છે.

70ના દાયકના એક્ટર યૂસુઝ ખાનના દીકરા ફરાઝની સારવાર માટે 26 લાખ રૂપિયાની જરૂરિયાત છે. ફરાઝના ન્યૂમોનિયા અને બ્રેઇન ઇન્ફેક્શન થયું છે. તેની સારવાર બેંગ્લુરૂંમાં શરૂ છે અને તે હાલમાં આઇસીયુમાં છે. આ સમાચાર ઇન્ટરનેટની દુનિયામાં ખાસ્સી ચર્ચા જગાવી છે કે બૉલિવૂડમાં કામ કરનારા દરેક એક્ટર પૈસેટકે સુખી હોય તે જરૂરી નથી.

ફરાઝની સારવાર માટે જરૂરી પૈસામાંથી 4 લાખ રૂપિયા એકઠા થઈ ગયા છે. પૂજા ભટ્ટે એક ટ્વીટમાં લખ્યું કે ‘મહેરબાની કરીને મારા આ ટ્વીટને શેર કરો અને શક્ય હોય એટલી મદદ કરો. જો તમે મદદ કરશો તો હું તમારી આભારી રહીશ’

ફરાઝે વર્ષ 1996માં બૉલિવૂડની ફિલ્મ ‘ફરેબ’થી પ્રત્યાર્પણ કર્યુ હતું અને તે સમયે આ ફિલ્મ સૂપરહિટ થઈ હતી. આ સાથે વર્ષ 1998માં આવેલી રાની મુખર્જીની ફિલ્મ ‘મહેંદી’માં પણ કામ કર્યુ હતું. આ ફિલ્મ પણ સૂપરહિંટ રહી હતી.

ફરાઝ છેલ્લા એક વર્ષથી છાતીમાં કફ ભરાઈ જવાના કારણે થયેલા સંક્રમણથી લડી રહ્યો છે. જોકે, તાજેતરમાં જ તેની તબિયત ુવધુ લથડતા તેણે એક ડૉક્ટરનો સંપર્ક કર્યો હતો. જોકે, કોરોનાના કારણે તેને સીધું દાખલ થવાની સલાહ મળી અનેતેને આઇસીયુમાં ભરતી કરવો પડ્યો હતો. એક્ટરની તબિયતના આ સમાચાર ગૂગલમાં પણ ટ્રેન્ડ થઈ રહ્યા હતા.