Home Gujarati BJP સાંસદ મનસુખ વસાવાનો CMને પત્ર, ‘અધિકારીઓ, પદાધિકારીઓ અને વચેટીયા લાખો રૂપિયાનો...

BJP સાંસદ મનસુખ વસાવાનો CMને પત્ર, ‘અધિકારીઓ, પદાધિકારીઓ અને વચેટીયા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે, ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે’

13
0

ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવાએ સીએમ વિજય રૂપાણને પત્ર લખીને અધિકારીઓ અને પદાધિકારીઓપર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યાં છે અને નર્મદા અને ભરૂચ જિલ્લાનીતાલુકા અને જિલ્લા પંચાયતોમાં ચાલતા ભ્રષ્ટાચારની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.
લોકડાઉનના સમયગાળામાં તેમને ગરબડો કરવાનું મોકળુ મેદાન મળી ગયુ છેઃ મનસુખ વસાવા
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સીએમને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, નર્મદા અને ભરૂચ જિલ્લામાં તાલુકા અને જિલ્લા પંચાયતો બીટીપી અને કોંગ્રેસના ગઠબંધનની છે તથા ધારાસભ્યો પણ આદિવાસી વિધાનસભામાં બીટીપીના છે, જેના કારણે ગુજરાત પેટર્ન તથા અન્ય વિકાસની યોજનાઓનું અમલીકરણ તેઓ દ્વારા જ થાય છે. પરંતુ મોટાભાગના કામોમાં ખુબ જ ભ્રષ્ટાચાર થાય છે. ગુજરાત પેટર્નની યોજનાઓનો લાભ આદિવાસીઓને મળવો જોઇએ તેના બદલે અમલીકરણ અધિકારીઓ અને પદાધિકારીઓ તથા તેમના વચેટીયા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. કેટલાક અધિકારીઓની વિગતો અગાઉ આપને અને ગણપતસિંહ વસાવાને આપી હતી. પરંતુ લોકડાઉનના સમયગાળામાં તેમને ગરબડો કરવાનું મોકળુ મેદાન મળી ગયુ છે. તેથા બંને જિલ્લામાં તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ચાલતા ભ્રષ્ટાચારની ઉચ્ચસ્તરીય તપાસ કરાવવા મારી નમ્ર વિનંતી છે.
મનસુખ વસાવાએ અનેક વખત અધિકારીઓ પણ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યાં છે
ઉલ્લેખનિય છે કે, ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવા આ પહેલા પણ અધિકારીઓ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ કરી ચુક્યા છે અને અનેક વખત વિવાદમાં પણ આવ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવા