Home Latest News Arnab Goswami Arrested: મુંબઈ પોલીસે અર્નબ ગોસ્વામીની કેમ કરી ધરપકડ? જાણો સમગ્ર...

Arnab Goswami Arrested: મુંબઈ પોલીસે અર્નબ ગોસ્વામીની કેમ કરી ધરપકડ? જાણો સમગ્ર કેસ

161
0

2018ના એક જૂના કેસને લઈ અર્નબ ગોસ્વામીની ગુરૂવારે ધરપકડ કરવામાં આવી, જાણો શું છે ગુનો

મહારાષ્ટ્ર સ્થિત મુંબઈમાં પોલીસે રિપબ્લિક ટીવી (Republic TV) ના ઇડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામી (Arnab Goswami)ની ગુરૂવારે ધરપકડ કરી લીધી છે. તેમની પર એક ઇન્ટીરિયર ડિઝાઇનરને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે. નોંધનીય છે કે, ટેલીવીઝન પત્રકાર અર્નબ ગોસ્વામી અને બે અન્ય પર આરોપ છે કે તેઓએ ઇન્ટિરિયર ડિઝાઇનરને કથિત રીતે તેની બાકી રકમ નહીં ચૂકવી, જેના કારણે 53 વર્ષીય આ ડિઝાઇનર અને તેની માતાને આત્મહત્યા કરવી પડી. આ વર્ષે મે મહિનામાં મહારાષ્ટ્ર સરકારે આ કેસની સીઆઇડી દ્વારા ફરીથી તપાસ કરાવવાના આદેશ આપ્યા હતા.

ઇન્ટિરિયર ડિઝાઇનર અન્વય નાઇકની દીકરી આજ્ઞા નાઇકે તે સમયે દાવો કર્યો હતો કે રાયગઢ જિલ્લામાં અલીબાથ પોલીસે બાકી રકમ ન આપી જેના કેસની તપાસ કરી નહોતી જેથી અન્વય અને તેમની માતાને આત્મહત્યાનું પગલું ભરવું પડ્યું હતું.

આ મામલે રાજ્યના ગૃહ મંત્રી અનિલ દેશમુખે ટ્વીટ કર્યું હતું કે, આજ્ઞા નાઇકે મને ફરિયાદ કરી હતી કે અર્નબ ગોસ્વામીના રિપબ્લિક દ્વારા બાકી રકમ ન આપવાના કારણે તેના પીતા અને દાદીએ મે 2018માં આત્મહત્યા કરી લીધી હતી અને અલીબાગ પોલીસે તેની તપાસ નહોતી કરી.

NCP નેતાએ કહ્યું હતું કે, મેં આ મામલાની તપાસ સીઆઇડી પાસે કરાવવાનો આદશે આપ્યો છે. આ મહિનાની શરૂઆતમાં રિપબ્લિક ટીવી અને બે અન્યની વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો મામલો નોંધવામાં આવ્યો હતો. કથિત રીતે અન્વય નાઇક દ્વારા લખવામાં આવેલી સુસાઇડ નોટમાં કહેવામાં આવ્યું હતું કે આરોપીઓએ તેમના 5.40 કરોડ રૂપિયાની ચૂકવણી નહોતી કરી તેથી તેમને આત્મહત્યાનું પગલું ભરવું પડ્યું. રિપબ્લિક ટીવીએ આ આરોપોને ફગાવી દીધા હતા.