Home Apple Apple એ લોન્ચ કર્યા iPhone 12 સિરીઝના ચાર ફોન, ફીચર્સ અને કિંમત...

Apple એ લોન્ચ કર્યા iPhone 12 સિરીઝના ચાર ફોન, ફીચર્સ અને કિંમત જાણવા કરો ક્લિક

135
0

ગેઝેટપ્રેમીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા તે દિવસ આવી ગયો. Appleએ પોતાનો નવો સ્માર્ટફોન  iPhone 12  લોન્ચ કરી દીધો છે. કંપનીએ મંગળવારે કેલિફોર્નિયામાં પોતાના હેડક્વાર્ટર ખાતે એક ઈવેન્ટ દરમિયાન  iPhone 12 સિરીઝના ચાર ફોન  iPhone 12, iPhone 12 Mini, iPhone 12 Pro અને iPhone 12 Pro Max લોન્ચ કર્યા.

નવી દિલ્હી: ગેઝેટપ્રેમીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા તે દિવસ આવી ગયો. Appleએ પોતાનો નવો સ્માર્ટફોન  iPhone 12  લોન્ચ કરી દીધો છે. કંપનીએ મંગળવારે કેલિફોર્નિયામાં પોતાના હેડક્વાર્ટર ખાતે એક ઈવેન્ટ દરમિયાન  iPhone 12 સિરીઝના ચાર ફોન  iPhone 12, iPhone 12 Mini, iPhone 12 Pro અને iPhone 12 Pro Max લોન્ચ કર્યા. આ સાથે જ કંપનીના CEO ટિમ કૂકે હોમ પોડ મિની સ્માર્ટ સ્પીકર પણ લોન્ચ કર્યું. અત્રે જણાવવાનું કે કોરોના મહામારીના કારણે iPhone 12 નું લોન્ચિંગ એક મહિનો ટાળવામાં આવ્યું હતું.

iPhone 12ના ફીચર્સ
લોન્ચિંગ દરમિાયન ટિમ કૂકે iPhone 12ને અત્યાર સુધીનો સૌથી પાવરફૂલ સ્માર્ટફોન ગણાવ્યો છે. તેમણે કહ્યું કે iPhone 12ની સાથે 5Gનો સપોર્ટ મળશે. કંપનીનો દાવો છે કે iPhone 12ની 5જીની સ્પીડ 4GBPS હશે. આ હેન્ડસેટ છ કલરના વેરિયન્ટમાં ઉપલબ્ધ હશે.  iPhone 12 વાયરલેસ ચાર્જિંગ અને ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે આવશે. તેમાં બીજું સીમ ઈ-સીમ હશે.

કેમેરાની વાત કરીએ તો  iPhone 12ના કેમેરામાં અલ્ટ્રા વાઈડ મોડ, નાઈડ મોટ જેવા ફીચર્સ મળશે.  iPhone 12ના તમામ મોડલ નાઈટ મોડ અને ટાઈમ લેપ્સ ફીચરથી લેસ હશે.  iPhone 12માં એલ્યુમિનિયમ ફ્રેમ ફ્લેટ એજ અપાયા છે. તેની ડિઝાઈન  iPhone 11ની સરખામણીએ ખુબ સ્લીમ છે.

દુનિયાનો સૌથી સ્લિમ ફોન!
કંપનીનો દાવો છે કે  iPhone 12 મીની દુનિયાનો સૌથી પાતળો અને સૌથી નાનો 5G ફોન છે. તેમાં 5.4 ઈન્ચનું ડિસ્પ્લે છે. અત્રે જણાવવાનું કે  iPhone 12ના તમામ ફીચર્સ  iPhone 12 Miniમાં હશે.

iPhone 12 Pro અને  iPhone 12 Max
iPhone 12 Pro માં 6.5 ઈન્ચનો ડિસ્પ્લે હશે. તેનું બોડી સ્ટેનલેસ સ્ટીલ અને ગ્લાસનું હશે. તેમાં ટ્રિપલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. તેને IP 68 રેટિંગ મળ્યા છે. એટલે કે આ ફોન છ મીટર ઊંડા પાણીમાં 30 મિનિટ સુધી રહી શકે છે. એપલે આ ઈવેન્ટમાં iPhone 12 Max પણ લોન્ચ કર્યો. તે 6.7 ઈંચ ડિસ્પ્લે સાથે આવશે. પહેલીવાર એવું બનશે કે નવા આઈફોનમાં હેડફોન અને ચાર્જર નહીં હોય. એપલના જણાવ્યાં મુજબ પર્યાવરણને તેની અસર ઓછી થાય તે માટે આવું કરાયું છે.

iPhone 12 સિરીઝના ભાવ

iPhone 12 Mini: 69,900
iPhone 12- 79,900
iPhone 12 Pro- 1,19,900
iPhone Pro Max: 1,29,000

એપલ આઈફોન 64, 128, 256 જીબી સ્ટોરેજ સાથે ઉપલબ્ધ રહેશે. જેમ જેમ સ્ટોરેજ વધે તેમ તેમ કિંમત વધતી જાય છે.

ક્યારથી શરૂ થશે પ્રી ઓર્ડર
આઈફોન 12 Miniનો પ્રી ઓર્ડર 6 નવેમ્બરથી શરૂ થશે અને 13 નવેમ્બરથી ફોન ઉપલબ્ધ થશે. આઇફોન 12 અને આઇફોન 12 Proનો પ્રી ઓર્ડર 16 ઓક્ટોબરથી શરૂ થશે અને 23 ઓક્ટોબરથી મળવાના શરૂ થશે. જ્યારે આઈફોન 12 Pro Maxનો પ્રીઓર્ડર 13 નવેમ્બરથી શરૂ થશે અને 20 નવેમ્બરથી વેચાણ શરૂ થશે. જો કે ભારતમાં આ ફોન ક્યારથી મળશે તેની જાણકારી નથી.

હોમ પોડ મિનીના ફીચર્સ
હોમ પોડ મિનીનું બોડી ફેબ્રિકનું છે. કંપનીનું કહેવું છે કે સ્પીકરની પાસે iPhone લઈ જતા જ તે કનેક્ટ થઈ જશે. તેમા સીરીનો પણ સપોર્ટ મળશે. હોમ પોડની કિંમત એપલ ઈન્ડિયાની સાઈટ પર 9900 રૂપિયા જણાવવામાં આવી છે. તેનું વેચાણ 5 નવેમ્બરથી શરૂ થશે.