Home blog સોનુ સૂદનું વધુ એક સારું કામ:એક્ટરે દિવંગત માતા સરોજની પુણ્યતિથિ પર સ્કોલરશિપ...

સોનુ સૂદનું વધુ એક સારું કામ:એક્ટરે દિવંગત માતા સરોજની પુણ્યતિથિ પર સ્કોલરશિપ સ્કીમ લૉન્ચ કરી, IASનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની મદદ કરશે

141
0

એક્ટર સોનુ સૂદે IAS બનવા માગતા લોકો માટે એક સ્કોલરશિપ સ્કીમ લૉન્ચ કરી છે. સોનુની માતાની 13મી પુણ્યતિથિ પર આ સ્કોલરશિપની જાહેરાત કરવામાં આવી હતી. સોનુએ ટ્વીટ કરીને કહ્યું હતું, ‘ઓક્ટોબર 13, મારી માતાના અવસાનને 13 વર્ષ થઈ ગયા. તે પોતાની પાછળ શિક્ષણનો વારસો છોડતી ગઈ. પુણ્યતિથિ પર હું IAS બનવા માગતા લોકોની મદદ કરવાનું વચન આપું છું. આવું પ્રોફેસર સરોજ સૂદ સ્કોલરશિપ હેઠળ કરવામાં આવશે. તમારા આશીર્વાદ જોઈએ. મિસ યુ મા.’

આ પહેલા સોમવાર, 12 ઓક્ટોબરના રોજ સોનુ સૂદે ટ્વીટમાં એક સ્કોલરશિપનું ટીઝર રિલીઝ કર્યું હતું, જેમાં લખવામાં આવ્યું હતું કે IAS માટે મોટું એલાન છે.

સોનુને માતા સરોજમાંથી પ્રેરણા મળે છે
આ વર્ષે જુલાઈમાં સોનુ સૂદે પોતાની માતાની જયંતી પર એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં સોનુને તેની માતા મિઠાઈ ખવડાવે છે. આ તસવીર શૅર કરીને સોનુએ કહ્યું હતું, હેપી બર્થડે માતા. હંમેશાં મને આ જ રીતે દિશા બતાવે છે, જેવી રીતે તમે મારા આખા જીવનમાં કર્યું છે. હું ઈચ્છું છું કે તમને ગળે મળી શકું અને તમને કહી શકું કે તમને કેટલો પ્રેમ કરું છું. મને એ પણ ખ્યાલ છે કે તમે જ્યાં પણ હશો ત્યાં મને મિસ કરતા હશો. જીવન હંમેશાં એક જેવું રહેતું નથી, પણ મને દિશા બતાવવા માટે દેવદૂત બનીને રહેજો. ટૂંક સમયમાં મળીશું. મિસ યુ.