Home Gujarati IT રિટર્ન-ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની મુદત ન લંબાવાતા રોષ

IT રિટર્ન-ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની મુદત ન લંબાવાતા રોષ

147
0
  • સરકારે માત્ર અધિકારીઓને લગતી મુદતમાં વધારો કર્યો
  • કરદાતાએ હવે 31 સપ્ટેમ્બર પહેલાં રિટર્ન ફાઈલ કરવાં પડશે

લોકસભામાં પાસ કરાયેલા ઇન્કમટેક્સ બિલના કારણે ટેકસ કન્સલ્ટન્ટ અને કરદાતાઓમાં ઓડિટ રિપોર્ટ અને રિટર્ન ફાઇલ કરવાની તારીખને લઇને કન્ફ્યુઝન ઊભું થયું છે. સરકારે માત્ર અધિકારીઓને લગતી મુદતોમાં વધારો કર્યો છે જ્યારે કરદાતાઓને ભરવામાં આવતા રિટર્નની મુદતમાં વધારો ન કરાતા કરદાતાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. મુદતમાં વધારો ન કરાતા હવે કરદાતાએ તા. 31 સપ્ટેમ્બર પહેલા રિટર્ન ફાઇલ કરવા પડશે.

વર્ષ 2018-19ના વર્ષની છેલ્લી મુદત 30 સપ્ટેમ્બર 2020 છે. જ્યારે વર્ષ 2019-20ના અંતિમ 30 નવેમ્બર 2020 છે. જેમાં કોઇ વધારો કરાયો નથી. લોકસભામાં પસાર કરાયેલ બીલમાં કરવામાં આવતી અપીલ સ્ક્રુટીની એસેસમેન્ટ પર લાગુ પડતી જરૂરી મુદત 31 માર્ચ 2021 સુધી લંબાવાઈ છે. વધારામાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની વાદ સે વિવાદ સ્કીમની મુદતમાં પણ વધારો કરાયો નથી. આમ વર્ષ 2018-19ના ઈન્કમટેકસ રિટર્ન ફાઇલ કરવાની મુદત 30 સપ્ટેમ્બર 2020 રહેશે. જો કરદાતા આ મુદત પહેલા રિટર્ન નહીં ફાઇલ કરે તો રૂ. 10 હજાર પેનલ્ટી સાથે રિટર્ન ફાઇલ કરવાની જવાબદારી આવી પડશે. આમ વર્ષ 2020-ના સમય ગાળાના રિટર્ન અને ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની મુદતમાં વધારો ન કરાતા કરદાતા અને ટેક્સ કન્સલ્ટન્ટને દંડની કાર્યવાહીથી બચવા 30 સપ્ટેમ્બર પહેલા ભરવું જરૂરી છે.

બીભત્સ માગણી:અમદાવાદમાં યુવકે મિત્રની મમ્મીને કહ્યું, ‘હું તમને પૈસા આપું, બદલામાં મને શારીરિક સુખ આપો’