Home politics ‘અક્ષય પટેલ 52 કરોડથી વધુમાં વેચાયા, 52 કરોડથી વધુ લાભ થયો હશે...

‘અક્ષય પટેલ 52 કરોડથી વધુમાં વેચાયા, 52 કરોડથી વધુ લાભ થયો હશે એટલે BJPમાં ગયા’: અમિત ચાવડા

22
0

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ હજુ પણ ભાજપ પર ખરીદ વેચાણના મુદ્દા પર અટક્યું છે. કોંગ્રેસના જે ધારાસભ્યોએ રાજીનામા આપીને પક્ષપલ્ટો કરીને ભાજપમાં જોડાયા બાદ ફરી ટિકીટ પર ચૂંટણી લડી રહ્યા છે. તેઓ પર કરોડો રૂપિયામાં સોદો કર્યો હોવાનો આક્ષેપ થાય છે તેમાં કરજણ બેઠક પર ફરી ચૂંટણી લડી રહેલા અક્ષય પટેલને લઈને મોટો ઘટસ્ફોટ થયો છે.

કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પક્ષપલ્ટો કરનાર અક્ષય પટેલ પર મોટો આરોપ લગાવ્યો છે. અક્ષય પટેલ પર રૂપિયા 52 કરોડથી વધુમાં વેચાયાનો આરોપ લાગ્યો છે. ચાવડાએ જણાવ્યું કે ભાજપના ખરીદ – વેચાણના કારણે પેટાચૂંટણી યોજાઈ રહી છે. આજે દરેક ગુજરાતીઓના મનમાં એક જ સવાલ છે કે આ ચૂંટણી કેમ આવી? તેના પાછળનું કારણ ભાજપ છે. ભાજપે જનતા સાથે દ્રોહ કર્યો છે.

અમિત ચાવડાએ ઉમેર્યું કે, ભાજપના ખરીદ વેચાણના કારણે આજે પેટા ચૂંટણી આવી છે. જેમાં જનતાના રૂપિયાનો બગાડ થઈ રહ્યો છે. અક્ષય પટેલ 52 કરોડથી વધુમાં વેચાયા છે. ભાજપને અક્ષર પટેલને લેવાથી 52 કરોડથી વધુ લાભ થયો હશે એટલે તેઓ ત્યાં ગયા. પરંતુ વેચાયેલા ધારાસભ્યોઓએ જનતા સાથે દ્રોહ કર્યો છે. તેમને જનતા ક્યારેય માફ નહીં કરે. અક્ષય પટેલને ખેડૂતોની ચિંતા હોત તો પક્ષપલટો ના કરત. હવે કોંગ્રેસના ઉમેદવારો જીતશે તો પક્ષપલટો કરશે કે કેમ તે સવાલ અંગે ગોળ ગોળ જવાબ આપ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ અક્ષર પટેલે મોટો ઘટસ્ફોટ કર્યો હતો. તેઓએ 12-15 કરોડ લઈને રાજીનામુ આપ્યુ હોવાનું નકારતા ક્યું હતું કે એમ તો લોકસભા ચૂંટણી સમયે મને 50-52 કરોડની ઓફર થઈ હતી તે સમયે વેચાયો ન હતો તો રૂા.15 કરોડમાં કઈ રીતે વેચાય. તેઓએ કહ્યું કે મારા જ પક્ષના કેટલાક લોકો (કોંગ્રેસના) તે સમયે અન્ય લોકો સાથે મને મળ્યા હતા અને 50-52 કરોડ લઈને રાજીનામુ આપવા જણાવ્યું હતું પણ એ ‘ના’ પાડી હતી. હું વેચાવ તેવો નથી. મારા મતક્ષેત્રના લોકોના કામ થાય તે માટે હું ભાજપ સાથે ગયો છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here