Home blog અમદાવાદ: મકાન તૂટી પડતા પુત્રનું મોત: પિતાએ પણ કરી લીધુ આત્મવિલોપન, પરિવારે...

અમદાવાદ: મકાન તૂટી પડતા પુત્રનું મોત: પિતાએ પણ કરી લીધુ આત્મવિલોપન, પરિવારે મોભી અને પુત્ર ગુમાવ્યો

158
0

કુબેરનગર બિલ્ડીંગ દુર્ઘટનામાં પુત્રની લાશ મળી હતી ત્યાંજ પિતાએ અગ્નિસ્નાન કરી દીધું હતું.

અમદાવાદ: કુબેર નગરમાં બિલ્ડિંગ તૂટી પડવાની ઘટનામાં મૃત્યુ પામેલા યુવકના પિતાએ આત્મવિલોપનનો પ્રયાસ કરનારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું..જે મામલે પોલીસે અલગ અલગ બે ફરિયાદ નોંધી ચાર આરોપી ધરપકડ કરવામાં આવી છે.

સરદારનગર વિસ્તારમાં એક જ પરિવારના મોભી અને પુત્રને બે મહિનામાં ગુમાવી દીધા છે. બે મહિના પહેલા કુબેરનગર રહેલ પ્રેમ માર્કેટ બિલ્ડીંગ ધરાશય થયું હતું જેમાં સોનુ ઉર્ફે પ્રેમ નામના યુવક મૃત્યુ નીપજ્યું હતું. સરદારનગર પોલીસે અકસ્માત મોત ગુનો નોંધ્યો હતો. જે સમયે પ્રેમ માર્કેટમાં રહેલ ગેરકાયદે બનાવેલ દુકાન માલિક પોલીસ ફરિયાદ નહિ કરવા અને સમાધાન કરવા મૃતક પરિવાર પૈસા આપવા નક્કી કર્યું હતું, પણ દુકાન માલિકો દ્વારા પૈસા નહિ આપી મૃતકના પિતા ધાકધમકી આપતા કંટાળી ગત સાંજે આત્મવિલોપન પ્રયાસ કર્યો હતું. જેમાં સંતોષભાઈ ચારણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે મામલે સરદાર નગર પોલીસે બે મહિના બાદ ગુનો નોંધી દુકાન માલિક નારાયણ રાયચંદાણી અને કનૈયાલાલ ચારણ ધરપકડ કરવામાં આવી છે.

કુબેરનગર બિલ્ડીંગ દુર્ઘટનામાં પુત્રની લાશ મળી હતી ત્યાંજ પિતાએ અગ્નિસ્નાન કરી દીધું હતું. જે બાદ સરદાર નગર પોલીસ તપાસ શરૂ કરી અલગ અલગ બે ગુના દાખલ કર્યા હતા. જોકે, ઘટનાની વિગત વાર કર્યો તો આજ થી બે મહિના પહેલા કુબેરનગર પ્રેમ માર્કેટ બિલ્ડીંગ અચાનક ધરાશય થઈ હતી અને ત્રણ લોકો દટાઈ ગયા હતા. જેમાં પ્રેમ ઉર્ફે સોનુ મૃત્યુ નીપજ્યું. જે બાદ પોલીસ તપાસ કરતા બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર બે દુકાનદાર ગેરકાયદે બાંધકામ કરાવી રહ્યા હોવાથી ઘટના બની હતી.

જે તે સમયે પોલીસ અકસ્માત મોત અને જાણવા જોગ લઈ તપાસ કરી હતી પરંતુ મૃતકના પરિવાજનો દુકાનદાર સમાધાન વાત ચાલી રહી હોવાથી ફરિયાદ કરી ન હતી અને મૃતકના પિતાને સમાધાન પૈસા નહિ આપી ધાકધમકી આપતા હોવાથી આત્મવિલોપ પ્રયાસ કર્યો હતો. સરદાર નગર પોલીસે આઈપીસી 304 એક્ટ મુજબ વેપારી નારાયણ રાયચંદાણી અને કનૈયાલાલ ચારણ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. જે બાદ આત્મ વિલોપન પ્રયાસ કરનાર સંતોષ ચારણ પૂછપરછ કરતા ન્યાય ન મળતા ધાકધમકી આપનાર ત્રાસ અંતિમ પગલું ભર્યું હતું જેમાં આઈપીસી 306 દુષપ્રેરણા ફરિયાદ નોંધી આરોપી ધરપકડ કરી હતી.

આત્મવિલોપન કરનાર સંતોષ ચારણ ત્રાસ આપનાર ચાર લોકો ધરપકડ કરવામાં આવી છે, જેમાં ઘનશ્યામ રાયચંદાણી, ઘનશ્યામ કુલરવાળા, હરેશ અને મયુર કંટાળી કેરોસીન છાંટી આપઘાત કર્યો હતો. હાલ પોલીસે અલગ અલગ બે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.