Home politics અભિનેત્રી ઉર્મિલા માતોંડકર કોંગ્રેસ છોડી ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં જોડાઈ

અભિનેત્રી ઉર્મિલા માતોંડકર કોંગ્રેસ છોડી ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં જોડાઈ

155
0

અભિનેત્રી ઉર્મિલા માતોંડકર આજે શિવસેનામાં સામેલ થઈ ગઈ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં ઉર્મિલાને પાર્ટીની સભ્ય બનાવવામાં આવી છે. આ પહેલા ઉર્મિલા કોંગ્રેસમાં હતી અને મુંબઈ ઉત્તર સીટમાંથી લોકસભા ચૂંટણી લડી હતી. તેણે હાલમાં કોંગ્રેસ પાર્ટી છોડી હતી. તેના પછી તે શિવસેનામાં સામેલ થઈ ગઈ છે.

મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતૃત્વ વાળી ગઠબંધન સરકાર ઉર્મિલા માતોંડકર આજે શિવસેનામાં સામેલ થઈ ગઈ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ને વિધાન પરિષદની સદસ્ય બનાવવાની તૈયારીમાં હતી. સરકારે તેમનું નામ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની પાસે મોકલ્યું હતું. મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડીની સરકારે રાજ્યપાલની પાસે 12 નામોની યાદી મોકલી હતી. જેને રાજ્યપાલ પાસેથી વિધાન પરિષદ મોકલવામાં આવશે.

શિવસેના, NCP અને કોંગ્રેસનું આ મહા વિકાસ અઘાડી ગઠબંધન છે. ત્રણેય પાર્ટીના ચાર ચાર નેતાઓના નામ રાજ્યપાલને મોકલવામાં આવ્યા છે. NCPએ એકનાથ ખડસે, રાજૂ શેટ્ટી, યશપાલ ભિંગે અને આનંદ શિંદેનું નામ મોકલ્યું છે. જ્યારે કોંગ્રેસ રજની પાટિલ, સચિન સાવંત, મુઝફ્ફર હુસૈન અને અનિરૂદ્ધ વનકરનું નામ મોકલ્યું છે. ત્યારે શિવસેનાએ ઉર્મિલા માતોંડકર, ચંદ્રકાંત રઘુવંશી, વિજય કરંજકર અને નીતિન બાનગુડે પાટિલનું નામ પસંદ કર્યું છે. આજે સીએમ ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં ઉર્મિલા શિવસેનામાં જોડાઈ હતી.

ઉર્મિલા માતોંડકરે પોતાની રાજકિય કારકિર્દીની શરૂઆત કોંગ્રેસથી કરી હતી. તે 2019 લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાઈ હતી. કોંગ્રેસે તેને મુંબઈ ઉત્તરમાંથી ટિકિટ આપી હતી. જો કે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. તે ભાજપના ગોપાલ શેટ્ટી સામે ખુબ જ ખરાબ રીતે હારી ગઈ હતી.