Home Business ચીનને જબરદસ્ત ફટકો, ભારતે હવે આ વસ્તુની આયાત પર મૂક્યો પ્રતિબંધ

ચીનને જબરદસ્ત ફટકો, ભારતે હવે આ વસ્તુની આયાત પર મૂક્યો પ્રતિબંધ

8
0

સરકારે રેફ્રિજરેન્ટવાળા એર કન્ડિશનરની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે આ પગલું ઘરેલું મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા અને બિનજરૂરી આઈટમ્સની આયાતમાં કાપ મૂકવા માટે ઉઠાવ્યું છે.

ડાઈરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ તરફથી બહાર પાડવામાં આવેલા એક નોટિફિકેશનમાં કહેવાયું છે કે એર કન્ડિશનર્સની સાથે રેફ્રિજરેન્ટ્સની ઈમ્પોર્ટ પોલીસીને ફ્રી માંથી પ્રતિબંધિતની શ્રેણીમાં સંશોધિત કરાયું છે.

સરકાર સતત ઘરેલુ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે બિનજરૂરી વસ્તુઓના આયાત બિલને ઘટાડવા માટે પગલું ભરી રહી છે. આ અગાઉ જૂનમાં સરકારે કારો, બસો, ટ્રકો અને મોટરસાઈકલોમાં ઉપયોગમાં લેવાતા કેટલાક નવા ન્યૂમેટિક ટાયરોની આયાત પર પ્રતિબંધ લગાવ્યો હતો. તે પહેલા સરકારે ટેલિવિઝિનથી લઈને રક્ષા ઉપકરણોની નિકાસ ઉપર પર પ્રતિબંધ લાદ્યો હતો.

અત્રે જણાવવાનું કે ચીન અને થાઈલેન્ડ ભારત માટે એર કન્ડીશનર્સના ટોપ એક્સપોર્ટર્સ છે. સરકારી આંકડા મુજબ બંને દેશોમાંથી ભારતમાં 90 ટકા સામાન આયાત થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here