Home Gujarati 8 વર્ષનો વિદ્યાર્થી કિ ચેઈન વેચીને સ્કૂલના 385 સ્ટુડન્ટ્સનો લંચ ખર્ચ...

8 વર્ષનો વિદ્યાર્થી કિ ચેઈન વેચીને સ્કૂલના 385 સ્ટુડન્ટ્સનો લંચ ખર્ચ ઉઠાવી રહ્યો છે

163
0

ન્યૂ યોર્ક: વોશિંગ્ટન રાજ્યના વેંકુવર શહેરમાંફ્રેન્કલિન એલિમેન્ટ્રી સ્કૂલમાં ભણી રહેલો બીજા ધોરણનો વિદ્યાર્થી કેઓની ચિંગ પોતાના સાથીદારોના બપોરના ભોજનનો ખર્ચ ઉઠાવી રહ્યો છે. આ આઠ વર્ષના કેઓનીની કામની પ્રશંસામાં સમગ્ર વિશ્વમાં મેસેજ પોસ્ટ કરી રહ્યા છે. આ સ્કૂલમાં 385 બાળકો ભણે છે. કેઓનીમાં એક સ્પેશિયલ ટેલેન્ટ છુપાયેલું છે, તે કિચેઈન બનાવીને વેચે છે, આ રીતે તે ડોલર ભેગા કરે છે.

સ્કૂલ પ્રિન્સિપાલ લિસા દિમુરોએ એમએસએનને જણાવ્યું કે, છેલ્લા ચાર વર્ષથી અમે ‘કાઈન્ડનેસ વીક’ એટલે કે દયા સપ્તાહ ઉજવી રહ્યા છીએ. આમ કરવાનો હેતુ બાળકોમાં બાળપણથી જ કરુણા, દયા અને બીજાની મદદની લાગણી પેદા કરવાનો છે. આ વીકમાં વિદ્યાર્થીઓ ઉપરાંત બહારની કોઈ વ્યક્તિ પણ ભાગ લઈ શકે છે. આ વખતના ‘કાઈન્ડનેસ વીક’માં કેઓની કંઈક અલગ કરવા માગતો હતો, પરંતુ તે પોતે જાણતો ન હતો કે અલગ શું હોઈ શકે છે. એ જ સમયે તેને યાદ આવ્યું કે, તેના માતા-પિતાએ તેને એક વાર્તા સંભળાવી હતી કે પ્રસિદ્ધ ફૂટબોલ ખેલાડી રિચર્ડ શર્મને બે સ્કૂલોમાં બધા જ વિદ્યાર્થીઓનાં લંચનો ખર્ચ ઉઠાવ્યો હતો. કેઓનીને પોતાની સાથે ભણતા વિદ્યાર્થીઓ માટે આમ કરવાનું ઉચિત લાગ્યું, પરંતુ તેના માટે આ એટલું સરળ ન હતું.

કેઓનીના માતા-પિતા એટલા પૈસાદાર નથી, પણ તેના માતા-પિતાએ 4,015 ડોલર એક્ઠા કરી લીધા. જેમાંથી પોતાના બાળકની સ્કૂલને 503 ડોલર દાનમાં આપ્યા. આ પૈસાથી સ્કૂલે લંચની ઉધાર રકમ ચૂકવી હતી. ત્યાર પછી છ અન્ય સ્કૂલોએ વિદ્યાર્થીને લંચ માટે 500-500 ડોલર દાનમાં આપ્યા. તેમાંથી જે રકમ બચી, તે પોતાની સ્કૂલમાં જમા કરાવી દીધી, જેથી ભવિષ્યમાં તે આ પ્રકારના કામમાં જ આવી શકે.

ફ્રેન્કલિન સ્કૂલના પ્રમુખ વુડી હાવર્ડે જણાવ્યું કે, કેઓની સાથે અમારો અનુભવ શાનદાર રહ્યો છે. કેઓની ખૂબ જ શાંત સ્વભાવનો છે, તે એ બાળકોમાંનો એક છે, જેઓ ખરેખર આત્મનિરીક્ષણ કરે છે. ઉલ્લેખનીય છે કે, વોશિંગટન અને ઓરેગોન રાજ્યની સરકારે એક બિલ પસાર કર્યું છે, જેમાં મંદીના કારણે સરકાર મધ્યાહ્ન ભોજનનો ખર્ચ ઉઠાવશે નહીં. જેના કારણે તમામ સ્કૂલો પર મિડ-ડે મિલનું અસંખ્ય ડોલરનું દેવું થઈ ગયું છે. તેમ છતાં સ્કૂલો લંચ આપી રહી છે, કેમ કે લંચ-બ્રેકફાસ્ટના કારણે જ નાના બાળકો સ્કૂલમાં આવતા હોય છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


An 8-year-old boy paid off the lunch debt for his entire school by selling key chains


An 8-year-old boy paid off the lunch debt for his entire school by selling key chains