Home Gujarati 60 વર્ષીય શો જમ્પરે તેની અડધી ઉંમરના ખેલાડીઓને હરાવીને વર્લ્ડ કપ જીત્યો

60 વર્ષીય શો જમ્પરે તેની અડધી ઉંમરના ખેલાડીઓને હરાવીને વર્લ્ડ કપ જીત્યો

102
0

સ્વિડન: નોર્વેના 60 વર્ષીય શો જમ્પર ગેર ગુલિકસેને પ્રથમવાર FEI ( ઈન્ટરનેશનલ ફેડરેશન ફોર ઈકીસ્ટ્રીયન સ્પોર્ટ્સ) વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ વર્લ્ડ કપ સ્વિડનમાં યોજાયો હતો. ગેર છેલ્લા 40 વર્ષથી શો-જમ્પિંગ કરી રહ્યા છે, પણ આટલા વર્ષોમાં તેમણે પ્રથમવાર ગોલ્ડ મેડલ જીત્યો છે. શો જમ્પિંગને સ્ટેડિયમ જમ્પિંગ કે ઓપન જમ્પિંગ પણ કહેવાય છે. આ સ્પોર્ટ ગેમમાં શો જમ્પર ઘોડા પર સવાર થઈને નક્કી કરેલા લેવલને જમ્પ કરીને રેસ પૂરી કરે છે.

ગેરે આ વર્લ્ડ કપમાં તેની અડધી ઉંમરના ખેલાડીઓને પણ હરાવી દીધા છે. પોતાની આ જીત પર ગેરે કહ્યું કે, મારા કરિયરની આ એક યાદગાર પળ રહેશે. ઘણા લોકોને એવું લાગતું હતું કે મારી ઉંમર વધારે હોવાથી હું આ ટાઈટલ જીતી નહીં શકું પણ મેં તે બધાને ખોટા પાડ્યા છે. સ્વિત્ઝરલૅન્ડનો 23 વર્ષીય
બ્રયાન બેલસિગેર બીજા નંબરે આવ્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Geir Gulliksen takes first World Cup win aged 60


Geir Gulliksen takes first World Cup win aged 60


Geir Gulliksen takes first World Cup win aged 60