Home Gujarati 3.3 કિલોનો દુનિયાનો સૌથી મોટો આફ્રિકન દેડકો ‘ગોલિયાથ’ પોતાનું તળાવ જાતે બનાવે...

3.3 કિલોનો દુનિયાનો સૌથી મોટો આફ્રિકન દેડકો ‘ગોલિયાથ’ પોતાનું તળાવ જાતે બનાવે છે

311
0

કેમરૂન: હાલમાં થયેલા એક રિસર્ચમાં દુનિયાના સૌથી મોટા દેડકા ‘ગોલિયાથ’ની નવી વાત સામે આવી છે. આ દેડકા પોતાને રહેવા માટે તળાવ જાતે જ બનાવે છે. જર્નલ ઓફ નેચરલ હિસ્ટ્રી પ્રમાણે આ આફ્રિકન પ્રજાતિનો દેડકો છે. તળાવ બનાવવું તેના વ્યવહારમાં સામેલ છે. આફ્રિકાના કેમરૂન દેશમાં આ રિસર્ચ હાથ ધરવામાં આવ્યું હતું.

બર્લિનમાં નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમના રિસર્ચર માર્વિન સેફરે ગોલિયાથ દેડકાનો વ્યવહાર જાણવા માટે પ્રયોગ કર્યો હતો. જંગલમાં ટાઈમલેપ્સ કેમેરા લગાવ્યા હતા, જેને માટીવાળી જગ્યા પર મૂક્યા હતા. કેમેરાને લીધે જ આ વાત સામે આવી છે કે, તેઓ પોતાને રહેવા અંતે તળાવ જાતે બનાવે છે. તે લોકો તળાવ બનાવી શકે તે માટે ક્યારેક 2 કિલોથી પણ વધારે વજનનો પથ્થર ખસેડી શકે છે.

આ પ્રજાતિના દેડકાનું વજન 3.3 કિલો છે અને તેની લંબાઈ 34 સેન્ટિમીટર છે. રિસર્ચર માર્વિને કહ્યું કે, આ દેડકા વિશાલ હોવાની સાથે તેમના બચ્ચાંનું ધ્યાન પણ ખાસ રીતે રાખે છે. તે પોતાના ઈંડાંને સાચવવા સુરક્ષિત જગ્યા શોધીને ત્યાં તળાવનું નિર્માણ કરે છે. આ ઉપરાંત ગોલિયાથ દેડકા ખોદકામ અને પથ્થરો વચ્ચે પણ પોતાનું ઘર બનાવવામાં સક્ષમ છે. રિસર્ચર પ્રમાણે, ગોલિયાથ દેડકાનો વ્યવહાર બીજા દેડકાઓથી અલગ છે.

દેડકાની આ પ્રજાતિ સામાન્ય રીતે આફ્રિકાના કેમરૂન દેશમાં વધારે જોવા મળે છે. આ દેડકાની સંખ્યા દક્ષિણ આફ્રિકાની એમપૌલા નદીને કિનારે સૌથી વધારે છે. અહીં રિસર્ચરેગોલિયાથની 22 બ્રીડિંગ સાઈટ શોધી છે, જેમાંથી 14 જગ્યા પર 3 હજાર ઈંડાં મળ્યા છે. આ જગ્યાને પર પથ્થર હટાવીને તળાવ બનાવવામાં આવ્યું છે. જો કે, સંશોધકોગોલિયાથ દેડકામાંનર અને માદાનો ફર્ક બતાવી શક્યા નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


World’s largest frog moves heavy rocks to build nests, study finds


World’s largest frog moves heavy rocks to build nests, study finds