Home Gujarati 21 દિવસના લોકડાઉનના કારણે રક્તદાન કેન્દ્રોમાં ડોનરો ઘટ્યા

21 દિવસના લોકડાઉનના કારણે રક્તદાન કેન્દ્રોમાં ડોનરો ઘટ્યા

93
0

સુરતઃ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેંકમાં દર મહિને 300 યુનિટ રક્ત એકત્ર થતું હતું. તેની જગ્યાએ છેલ્લા 15 દિવસમાં 0 યુનિટ રક્ત મળ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, દેશમાં 21 દિવસના લોકડાઉનને લઈને લોકો રક્તદાન કરવા આવી રહ્યા નથી. જેને લઈને રક્તદાતાઓમાં ઘટાડો નોંધાયો છે.

બ્લડની માંગ વધે તો પહોંચી વળવું મુશ્કેલ

લોકડાઉનના કારણે મોટાભાગના રક્તદાન કેન્દ્રોમાં હાલ ડોનરોની સંખ્યા ઘટી છે. અત્યારે 10 દિવસ ચાલી શકે એટલું બ્લડ ઉપલબ્ધ છે. રક્તદાન કેન્દ્રો એકત્ર રાખેલા રક્ત યુનિટોથી કામ ચલાવી રહ્યા છે. રક્તની માંગ ઓછી છે પણ જો માંગ વધે તો બ્લડની જરૂરિયાતને પહોંચી વળવું મુશ્કેલ થઈ પડશે. આ મામલે રજૂઆત કરવામાં આવી છે. જો જરૂર પડશે તો કામગીર હાથ ધરાશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


રક્તદાન કેન્દ્રો પર એકલ દોકલ રક્તદાતા નજરે પડે છે