Home Gujarati 21 કેસ આવતા કચ્છના તંત્રને જાણે સાપ સૂંઘી ગયો

21 કેસ આવતા કચ્છના તંત્રને જાણે સાપ સૂંઘી ગયો

5
0

કચ્છમાં 21 નવા કેસ આવ્યા હોવાની વાત જ્યાં જ્યાં કચ્છી વસતા હોય ત્યાં સાંજે જ વા વંટોળની જેમ ફેલાઇ ગઇ હતી. જોકે, રાત્રે 9.30 સુધી કચ્છના આરોગ્ય કે જિલ્લા વિકાસ અધિકારી આ વિગત જાહેર કરી શક્યા ન હતાં. કલેકટર ઓફિસમાં થતી ચર્ચા મુજબ તેની પાછળનું કારણ એવું છે કે આરોગ્ય અધિકારી આ વિગત અનૌપચારિક રીતે જાહેર કરી ગયા પછી એકાએક તંત્રને તાવ આવી ગયો હતો અને ગાંધીનગર સુધી પોતાની ધાક હોવાનો દાવો કરનારા ભાજપના એક અગ્રણીએ આટલા મોટા ફિગરથી ‘સાહેબ’નું ખરાબ લાગશે એમ કહીને તંત્રને ડરાવી દીધું હતું. તેને પગલે શ્રેણીબદ્ધ મિટીંગો બાદ તંત્રમાં હિંમત આવી હતી અને આ આંકડો જાહેર કરી શકાયો હતો. મુંબઇના અને અન્યત્રના લોકોને કચ્છમાં ખુલ્લેઆમ આવવા દીધા પછી કચ્છ પણ કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. એક દિવસ 6 કેસ, પછી 14 કેસ અને આજે એકસાટા 21 કેસથી આરોગ્ય તંત્ર દ્વારા પણ અગાઉ કરવામાં આવેલા દાવાઓની પોલ ખુલી ગઇ હતી અને કચ્છ પણ હવે કોરોનાગ્રસ્ત બની ગયું હોવાનું ઉપસી આવ્યું હતું. અલબત, આ આંકડો જાહેર થવા સંદર્ભે જે મેલી રમતો આજે રમાઇ તે તેના કરતા પણ વધુ ખતરનાક છે. માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ આરોગ્ય અધિકારી દ્વારા કચ્છમાં 21 કેસ હોવાની વિગત અનૌપચારિક રીતે જાહેર થઇ ગઇ હતી. તુરંત જ ભાજપના પોતાને વડોભા માનતા એક નેતાએ ઉચ્ચ અધિકારીઓનું પૂછાણું લઇ લીધું હતું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today