Home Gujarati સોસાયટીમાં એકઠું થવું પણ ગુનો, સુરતથી લોકો સૌરાષ્ટ્ર ન જાય એ માટે...

સોસાયટીમાં એકઠું થવું પણ ગુનો, સુરતથી લોકો સૌરાષ્ટ્ર ન જાય એ માટે નર્મદા બ્રિજ બ્લોક કરાયો

88
0

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં વધુ 6 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 53 પહોંચી ગઇ છે. જ્યારે અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ દર્દીનું આજે મોત નીપજ્યું છે. આ સાથે જઅત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 4 લોકોના મોત નીપજ્યાં છે. રાજ્યના પોલીસવડાએ જણાવ્યું છેકે, સુરતથી સૌરાષ્ટ્ર જતા લોકોને રોકવા માટે ભરૂચ પાસે નર્મદા બ્રિજને બ્લોક કરવામાં આવ્યો છે. યુવાનો માત્ર ફરવા માટે બહાર ન નીકળે ગુનો નોંધાશે. સોસાયટી પર પણ ડ્રોનથી નજર રખાશે અને કારણ વગર એકઠાં થયેલા જોવા મળશે તો ગુનો નોંધાશે. રાજ્ય સરકારે એક સર્વિસ શરૂ કરી છે જેમાં કોઇપણ વ્યક્તિ કોરોના અંગે એક્સપર્ટ ડોક્ટરને સવાલ કરી શકશે.મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે શ્રમિકોને બીજા રાજયમાં ન જવા અપીલ કરી છે અને જો કોઇ હિજરત કરતું જોવા મળશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

આરોગ્ય અગ્ર સચિવે આ અંગે માહિતી આપતા જણાવ્યું છેકે. અમદાવાદમાં 3, વડોદરા, ગાંધીનગર અને મહેસાણા 1-1નવાકેસ નોંધાયાછે. રાજ્યમાં 5 એપ્રિલ સુધી પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળી શકે છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. અમદાવાદમાં 18, વડોદરામાં 9, રાજકોટમાં 8, ગાંધીનગરમાં 8, સુરત 7જ્યારે કચ્છ, ભાવનગર અને મહેસાણામાં 1-1 કેસ નોંધાયા છે.

ગુજરાત અપડેટ
>>વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને 14 દિવસ માટે હોમ ક્વોરોન્ટાઇન કરાયા, જયપુરથી પરત ફર્યા બાદ આરોગ્ય વિભાગની કાર્યવાહી
>> બનાસકાંઠા જિલ્લામાં 19 શંકાસ્પદના રિપોર્ટ નગેટિવ આવ્યા, જિલ્લામાં હાલ એકપણ શંકાસ્પદ દર્દી નહીં

>> કોરોના મહામારી મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો
>>
હરિદ્વારમાં ફસાયેલા લોકોને ગુજરાત પરત લવાયાઃ અશ્વિની કુમાર
>>
1800 લોકોને પરત લાવવાની કામગીરી, બોર્ડર પર ચેકિંગ બાદ રાજ્યમાં લવાશેઃ અશ્વિની કુમાર
>>હવે કોરોના અંગે એક્સપર્ટ ડોક્ટરને પૂછી શકશો સવાલ, સરકારે શરૂ કરી સર્વિસ
>> ગોંડલ ત્રણ કારખાનેદારોએ શ્રમીકોને જાહેર રસ્તા પર છૂટા મૂકી દેતા પોલીસે ગુના દાખલ કર્યા

>> આણંદ જિલ્લામાં 144 બંગની 135 ફરિયાદ, પોલીસે 195 લોકોની ધરપકડ કરી
>> રાજકોટમાં ક્વોરોન્ટાઇન કરાયેલી યુવતી ભાગી જતા ફરિયાદ

ગુજરાતમાં કુલ 53 પોઝિટિવ કેસ, 4ના મોત

શહેર પોઝિટિવ કેસ મોત
અમદાવાદ 18 02
વડોદરા 09 00
રાજકોટ 08 00
ગાંધીનગર 08 00
સુરત 07 01
ભાવનગર 01 01
કચ્છ 01 00
મહેસાણા 01 00
કુલ આંકડો 53 04

ઇન્ક્યુબેશન પીરિયડ ચાલુ હોવાથી કેસ વધશેઃ જયંતિ રવિ

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું છેકે, રાજ્યમાં ઇન્ક્યુબેશન પરિયડ્સ ચાલુ હોવાથી કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ શકે છે. આગામી 5 એપ્રિલ સુધી કેસમાં વધારો થાય તેવી સંભાવના છે. હાલ રાજ્યમાં લોકલ ટ્રાન્સમિશન વધ્યા છે.22 તારીખીથી ફ્લાઇટ બંધ છે પરંતુ એ પહેલા ઘણા લોકો ગુજરાતમાં આવ્યા હતા. તેથી આગામી 10-14 દિવસમાં કેસમાં વધારો થઇ શકે છે. હાલ કુલ 19,340 લોકો ક્વોરોન્ટાઇનમાં છે અને ક્વોરોન્ટાઇનનો સમય પૂરો થવાથી આ સંખ્યા ઘટશે. જોકે સરકારી ક્વોરોન્ટાઇનના કેસોમાં વધારો થયો છે. 657 લોકોને સરકારી ક્વોરોન્ટાઇન કરવા પડ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona LIVE Update GUJARAT 28 MARCH