Home Gujarati સુશીલ સહિતની પાંચ વેટ કેટેગરીની ટ્રાયલ 20 ઓગસ્ટે

સુશીલ સહિતની પાંચ વેટ કેટેગરીની ટ્રાયલ 20 ઓગસ્ટે

265
0


2 વખતના ઓલિમ્પિક મેડલિસ્ટ પહેલવાન સુશીલ કુમારની કેટેગરીની વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે સિલેક્શન ટ્રાયલ 20 ઓગસ્ટના રોજ યોજાશે. આ જ દિવસ 4 અન્ય નોન ઓલિમ્પિક વેટ કેટેગરીના ખેલાડીઓની ટ્રાયલ પણ યોજવામાં આવશે. જ્યારે મહિલાઓની 4 નોન ઓલિમ્પિક વેટ કેટેગરીની ટ્રાયલ 19 ઓગસ્ટના રોજ લખનઉમાં યોજાશે. આ તમામ ટ્રાયલ થયા બાદ કઝાકિસ્તાનમાં 14 થી 22 સપ્ટેમ્બર સુધી યોજાનારી વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ માટે ભારતની સંપૂર્ણ ટીમની જાહેરાત કરવામાં આવશે.

વાસ્તવમાં 57, 65, 86, 97 અને 125 કિ.ગ્રા.ની ઓલિમ્પિક કેટેગરીની ટ્રાયલ્સ 26 જુલાઈના રોજ યોજાઈ હતી. પરંતુ 74 કિ.ગ્રા.ની કેટેગરીમાં પ્રવીણ રાણા અને જીતેન્દ્રએ ભારતીય રેસલિંગ ફેડરેશનને અનફિટ હોવાની જાણ કરી ટ્રાયલ્સની તારીખ આગળ વધારવા અપીલ કરી હતી. ફેડરેશને 74 કિ.ગ્રા.ની ટ્રાયલ્સ પણ નોન ઓલિમ્પિક કેટેગરી (61, 70, 79 અને 92)ની સાથે કરવાનો નિર્ણય કર્યો હતો. હવે ટ્રાયલ 20 ઓગસ્ટના રોજ યોજાશે.

સુનીલ કુમાર

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Div News – august 20 trial of five vat categories including sushil 061512