Home Gujarati સુંદરિયાણા તગડી રોડ પરના ચંદરવા ગામ પાસે ગાબડંુ પડ્યું

સુંદરિયાણા તગડી રોડ પરના ચંદરવા ગામ પાસે ગાબડંુ પડ્યું

353
0


ધંધુકા તાલુકાના તગડી-સુંદરીયાણા એપ્રોચ રોડ ઉપર ચંદરવા ગામ પાસે મોટુ ગાબડુ પડતા વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. જેને ચાર દિવસ જેટલો સમય થવા છતા તંત્ર દ્વારા રીપેરીંગની કોઈ કાર્યવાહી હજી સુધી હાથ ધરવામાં આવતાં વાહનચાલકોમા નારાજગી જોવા મળે છે.

ગત શુક્રવાર અને શનિવારના રોજ પડેલા ભારે વરસાદના લીધે સુંદરીયાણા તગડી એપ્રોચ રોડ ઉપર ચંદરવા ગામ પાસે માસમોટુ ગાબડુ પડી ગયુ છે જેને લઈ આ ગ્રામ્ય વિસ્તારનો વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. આ ગાબડુ શનિવારના રોજ પડ્યુ હતુ જેને આજે ચાર ચાર દિવસ થવા છતા તંત્ર દ્વારા રીપેરીંગ કરવામા ન આવતા આજે પણ વાહન ચાલકોને વાયા પોલારપુર એટલે કે 20 થી 25 કિ.મી સુધી લાંબુ થવુ પડે છે. માટે આ ગાબડુ વહેલી તકે રીપેરીંગ કરવામા આવે તેવુ આ વિસ્તારના રેહીશો જણાવી રહ્યા છે.

રોડના બે ભાગ જ થઇ ગયા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Barvala News – a tear gas struck near chandrava village on sundariyana tagdi road 055511