Home Gujarati સલાબતપુરામાં રહેતો અને ઉધનાની બેંકમાં નોકરી કરતો યુવક પોઝિટિવ, વરાછાના વૃદ્ધથી કોમ્યુનિટી...

સલાબતપુરામાં રહેતો અને ઉધનાની બેંકમાં નોકરી કરતો યુવક પોઝિટિવ, વરાછાના વૃદ્ધથી કોમ્યુનિટી ટ્રાન્સમિશન થવાનો ભય

102
0

શહેરમાં કોરોનાના કેસ આગળ વધી રહ્યા છે ત્યારે કોમ્યુનિટી સેમ્પલમાં શનિવારે વધુ એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શનિવારે 257 કોમ્યુનિટી સેમ્પલ લેવાયા હતા જેનો રિપોર્ટ બાકી છે. શનિવારે સલાબતપુરાના અંકુર વારસોવીવાલા (36)નો રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ પોઝિટિવ સંખ્યા 26 થઇ હતી.શનિવાર સુધી કુલ શંકાસ્પદ 316 થયા હતા.જે પૈકી 18ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અને 12 વ્યક્તિના રિપોર્ટ પેન્ડિંગ છે. સુરતની ખાનગી હોસ્પિટલમાં વોર્ડબોય તરીકે કામ કરતો ડાંગના ભીસ્યા ગામનો યુવક નો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

કોરોના પોઝિટિવ સોહેલ 21 માર્ચ સુધી ભાગળ પર શાકભાજી વેચતો હતો
રાંદેરની મેરુ લક્ષ્મી સોસાયટીની મહિલા ઝુબેદા અબ્દુલ સત્તારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય વિભાગે મહિલાના પરિવારને પણ કોરોન્ટાઇન કર્યો હતો જેમાં તેમના પુત્ર સોહેલનો કોરોના રિપોર્ટ પણ શુક્રવારે પોઝિટિવ આવ્યો હતો.કોમ્યુનિટી સેમ્પલના ટેસ્ટિંગમાં સોહેલનો રિપોર્ટ પોઝિટિવ આવતા પાલિકાએ સોહેલની હિસ્ટ્રી ચેક કરી હતી તેમાં સોહેલ ભાગળ પર શાકભાજી વેચતો હોવાનું બહાર આવ્યું હતું.સોહેલે 4 લોકોને કામે પણ રાખ્યા હતા મનપા દ્વારા ચારેયને પણ કોરોન્ટાઈન કરાયા હતા. સોહેલ ગત 21 માર્ચ સુધી જ ભાગળ પર શાકભાજી વેચતો હોવાનું બહાર આવ્યું હતું શરૂઆતમાં મનપાને શંકા હતી કે સોહેલ દ્વારા સંક્રમિત થયા બાદ પણ કામ કાજ શરૂ રાખવામાં આવ્યું હતું પણ 21 માર્ચ પછી સોહેલ ભાગળ શાકભાજી વેચવા ન ગયો હોવાનું ખુલ્યું હતું છતાં સોહેલ સાથે કામ કરતા 4ને તકેદારીના ભાગરૂપે કોર્નટાઇન કરી લેવામાં આવ્યા હતા.

બેંક કલાર્ક અંકુર વરસોલીવાલાની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી
સલાબતપુરા ધામલાવાડમાં રહેતા અંકુર વરસોલીવાલા (ઉ.વ, ૩૬) ઉધના ઉદ્યોગનગરની સુરત નેશનલ બેંકમાં કલાર્ક અને સ્ટેમ્પ ફેન્કીંગ કામ કરતો હતો. અંકુરની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને લોકલ ટ્રાન્સમિશનનો ભોગ બન્યો છે. બેંક કર્મચારીઓ-પરિવારજનો સહિત 15ને કવોરન્ટાઇન કર્યા છે.

નવા 12 શંકાસ્પદ, રિપોર્ટ પેન્ડિંગ
61/પુરુષ – એ.કે રોડ
35/પુરુષ – માનદરવાજા
31/સ્ત્રી – પાલનપોર (આરોગ્ય કર્મી)
70/પુરુષ – કતારગામ
35/પુરુષ – કોસાડ
81/સ્ત્રી – રાંદેર
41/સ્ત્રી – પીપલોદ (મુંબઇ ટ્રાવેલ)
62/સ્ત્રી – સગરામપુરા
44/પુરુષ – નવાગામ,ડિંડોલી
43/સ્ત્રી – નવાગામ,ડિંડોલી
11/પુરુષ – નવાગામ,ડિંડોલી
40/સ્ત્રી – પાંડેસરા

પોઝિટિવ કેસ બાદ વરાછામાં યુદ્ધના ધોરણે સેનિટાઇઝેશન
વરાછા ઝોનમાં કોમ્યુનિટી ટેસ્ટિંગમાં દિવ્ય વસુંધરા એપાર્ટમેન્ટમાં રહેતા કનૈયાલાલ ઠાકોરદાસ મોદી (ઉ. 63)નો રિપોર્ટ પોઝિટિવ આવતા દર્દીને સિવિલમાં ખસેડવામા આવ્યા હતા. પરિવારના નવ સભ્યોને સમરસ હોસ્ટેલમા ક્વોરેન્ટાઈન કરાયા હતાં.વરાછામાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો કેસ આવતા શુક્રવારે વિસ્તારને બેરિકેટિંગથી કોર્ડન કરાયું હતું. શનિવારે પોઝિટિવ દર્દીના રહેણાંક સહિત આઠેય એપાર્ટમેન્ટમાં સેનિટાઈઝ કરી દવાનો છંટકાવ કરાયો હતો.

વૃદ્ધનું APMCમાં પણ આવવા-જવાનું હતું
કનૈયાલાલે 20દિવસ પહેલા જ એપીએમસીમાં કામ કરતા ભત્રીજા સાથે જવાનું શરૂ કર્યું હતું. જ્યાં શાકભાજી લે-વેચ કરતા હતાં. એપીએમસીમાં વૃદ્ધ ની કઈ- કઈ જગ્યાએ અવરજવર હતી, તે અંગે પણ તપાસ હાથ ધરાઈ હતી.

વધુ 4 રહીશોના સેમ્પલ લેવાયા
વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા વૃદ્ધના અવારનવાર સંપર્કમા આવેલા અન્ય 4 રહીશો સાથે સોસાયટીમાં સફાઈ કામ કરતા 4 કર્મી અને 2 વોચમેનના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલાયા હતાં.

ઉન વિસ્તારમાં ખરાબ વર્તન

એક દિવસમાં એક આશાવર્કર આશરે 250થી વધુ ઘરોનો સરવે કરે છે. જો કે આ કામગીરી દરમિયાન આશાવર્કર બહેનો સાથે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. શહેરના ઉન વિસ્તારમાં કોરોનાના સર્વે માટે ગયેલી આશાવર્કર બહેનોના આઈકાર્ડ ફાડી નાખી તેઓને ગાળો આપવામાં આવી રહી છે. ઉન વિસ્તારમાં આવેલા રહેમતનગર, વસીમનગર, નુરાનીનગર, મદનીનગર, તિરુપતિનગર સી, ડી, ઈ, એફ જેવા વિસ્તારોમાં લોકો તેમને મારવા દોડવા હતા. સાથે જ સર્વેના કાગળો ફાડી નાખ્યા હતા. જેને લઈને સર્વેની કામગીરી કરવી મુશ્કેલી બની છે.

36 વર્ષિય યુવકનો રિપોર્ટ પોઝિટિવ

સલાબતપુરા ધામલાવાડમાં વલ્લભજીવનમાં રહેતા 32 વર્ષનો અંકુર વરસોલીવાલાનો કોરાના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્મીમેરમાં અંકુરના સેમ્પલનો ટેસ્ટ પોઝિટિવ આવતાં આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે.

એપીએમસીમાંથી શાકભાજી લાવતા હતા

વરાછા ઝોન ઓફીસની પાસે આવેલા દિવ્ય વસુંધરા એપાર્ટમેન્ટમાં રહેતા અને એ.પી.એમ.સી માર્કેટમાં નોકરી કરતા કનૈયાલાલ ઠાકોરદાસ મોદી (ઉ,વ, ૬૩)નાં સેમ્પલ કોમ્યુનીટી ટેસ્ટીંગ દરમિયાન લેવામાં આવ્યા હતા અને તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.આરોગ્ય વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ આ બીજો એવો કેસ છે કે જે કોમ્યુનીટી ટેસ્ટીંગના આધારે બહાર આવ્યો છે. કનૈયાલાલ મોદી શરદી-ખાંસીના લક્ષણો હોવાથી તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

ડિસ ઈન્ફેક્શનની કામગીરી

કુલ 1663 લોકો હોમ ક્વોરેન્ટીન હેઠળ છે. જેમાં 195 સરકારી અને 7 વ્યક્તિઓ પ્રાઈવેટ ક્વોરેન્ટીનમાં છે. આમ કુલ 1865 વ્યક્તિઓ ક્વોરેન્ટીનમાં છે. શહેરમાં આજ સુધી 38552 સ્થળોએ તેમજ આજ રોજ 2854 સ્થળોએ ડિસઇન્ફેક્શનની કામગીરી કરવામાં આવી છે. જેમાં ધાર્મિક સ્થળો, એ.પી.એમ.સી.બેંકો, સરકારી કચેરીઓ સહિત મેડિકલ સેન્ટરો, ડેરીઓ અને આવશ્યક વસ્તુઓની દુકાનો પર સેનિટાઇઝેશન અને ડિસઇન્ફેક્શનની કામગીરી કરાઈ હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


મોટા મંદિર યુવક મંડળ દ્વારા માસ્ક તૈયાર કરીને પાલિકાને આપવામાંઆવ્યાં છે,


આશાવર્કર બહેનો સાથે ઉન વિસ્તારમાં ખરાબ વર્તન થયાની ફરિયાદ કરવામાં આવી છે.


પ્રાથમિક તસપાસમાં લક્ષણો ન દેખાતા હોવા છતાં રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્ર ચિંતામાં