Home Gujarati શ્રીલંકા-ન્યૂઝીલેન્ડ મેચમાં 22 ઓવરની રમત વરસાદથી ધોવાઇ

શ્રીલંકા-ન્યૂઝીલેન્ડ મેચમાં 22 ઓવરની રમત વરસાદથી ધોવાઇ

282
0


શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસની રમત પણ વરસાદના કારણે પ્રભાવિત થઈ હતી. ન્યૂઝીલેન્ડે ટોસ જીતી પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો પરંતુ માત્ર 68 ઓવરની રમત જ શક્ય બની હતી. ટીમે 5 વિકેટના ભોગે 203 રન કર્યા હતા. સ્ટમ્પ્સ સમયે રોસ ટેલર 131 બોલમાં 86 રન સાથે રમતમાં હતો. તેની સાથે મિચેલ સેન્ટનર 8 રન સાથે અણનમ હતો. આ અગાઉ જીત રાવલ (33) અને ટૉમ લાથમ (30)એ 64 રનની ભાગીદારી કરી ટીમે સારી શરૂઆત અપાવી હતી. અકીલા ધનંજય સામે કિવી ટીમ નબળી પડી હતી. અકીલાએ એક જ ઓવરમાં લાથમ અને કેપ્ટન કેન વિલિયમ્સન (0)ની વિકેટ ઝડપી હતી. તે પછી રાવલની વિકેટ પણ ઝડપી હતી. તે પછી ટેલરે નિકોલ્સ (42) સાથે 100 રનની ભાગીદારી કરી હતી. પરંતુ ફરીવાર અકીલાએ હેનરી અને પછી વાટલિંગ (1)ની વિકેટ ઝડપી હતી. આ દરમિયાન ટેલરે 31મી અડધી સદી ફટકારી હતી.

સંક્ષિપ્ત સ્કોર: ન્યૂઝીલેન્ડ: 203/5, રોસ ટેલર: 86*, હેનરી નિકોલ્સ: 42 રન. અકીલા ધનંજય: 57/5.

રોસ ટેલર

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Div News – sri lanka new zealand match kicks off with 22 overs of rain 061513