Home Gujarati વૃદ્ધોને જમવાની તકલીફ દૂર કરવા સેવાભાવી સંસ્થાઓની પહેલ, કોર્પોરેશને વોટ્સઅપ નંબર જાહેર...

વૃદ્ધોને જમવાની તકલીફ દૂર કરવા સેવાભાવી સંસ્થાઓની પહેલ, કોર્પોરેશને વોટ્સઅપ નંબર જાહેર કર્યો

95
0

અમદાવાદ: કોરોના વાઇરસના પગલે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. લોકડાઉનના કારણે એકલા રહેતા વૃદ્ધોને જમવાની તકલીફ પડીરહી છે. અનેક સેવાભાવી સંસ્થાઓ અને NGO જે રીતે માહિતી મળે તેમ જમવાનું તેઓ સુધી પહોંચાડે છે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારાઅમદાવાદ શહેરમાં એકલા રહેતા વૃદ્ધોનમાટે વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. 9825192000 નામના નંબર પર એકલા રહેતા અને જેઓને કોઈનો આધાર નથીતેવા વૃદ્ધોની માહિતી મોકલતા જ તેઓને ફ્રીમાં જમવાનું પોહચાડવામાં આવશે.

રાજકોટ પોલીસે શ્રમજીવી લોકોને જમવાની વ્યવસ્થા કરી
તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તેની અમલવારી અર્થેકોઈપણ મજૂર વર્ગને રાજકોટ શહેરની બહાર જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. બે દિવસ પહેલા કેટલાક દૃશ્યો સામે આવ્યા હતા કે જેમાં પરપ્રાંતિયમજૂરો કામ ન હોવાના કારણે પોતાના વતન પરત ફરી રહ્યા હતા. પરંતુ રાજકોટ પોલીસે તેમને અહીં જ રહેવા સમજાવ્યા છે અને તેમની જમવાની વ્યવસ્થાપણ રાજકોટ પોલીસે જુદી જુદી સંસ્થાઓની મદદથી કરી છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ અને સામાજિક સંસ્થાના સહયોગ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રોજનું 15,000 વ્યક્તિઓનું જમવાનું બની શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ફાઇલ તસવીર