Home Gujarati વરસાદ વરસી ગયાના 6 દિવસ બાદ હજુ પણ પોરબંદરનો ઘેડ પંથક પાણીમાં...

વરસાદ વરસી ગયાના 6 દિવસ બાદ હજુ પણ પોરબંદરનો ઘેડ પંથક પાણીમાં ગરક

264
0


પોરબંદર જિલ્લામાં 6 દિવસ પહેલા ભારે પવન સાથે વરસાદ પડયો હતો. સરેરાશ 3 થી 6 ઇંચ જેટલો વરસાદ પડતા નદી-નાળાઓમાં પણ પાણી વહેતા થઇ ગયા હતા અને ઉપરવાસમાં ભારે વરસાદ પડયો હોવાથી ભાદર તથા ઓજત નદીમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થઇ છે. પોરબંદરના ઘેડ પંથકમાં વરસાદ વરસ્યાના 6 દિવસ બાદ મોચા, કડછ, અમીપુર, બગસરા સહિત મોટાભાગના ગામો હજુ પણ વરસાદી પાણીમાં ગરક છે અને ખેતરમાં કમર સુધી પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે. છેલ્લાં 70 વર્ષથી ઘેડ પંથકના ખેડૂતોને ચોમાસા દરમિયાન પાણીનો નિકાલ ન થતો હોવાથી મગફળી અને કપાસના હજારો વીઘાના પાકમાં ભારે નુકસાની વેઠવી પડે છે. ફોટો : અરવિંદ વાળા

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Div News – six days after the rains porbandar39s herd still soaked in water 062006