Home Gujarati વધુ 12 શંકાસ્પદ કેસ નોંધાયા, વિદેશથી પરત ફરેલા 42 લોકો આરોગ્ય વિભાગના...

વધુ 12 શંકાસ્પદ કેસ નોંધાયા, વિદેશથી પરત ફરેલા 42 લોકો આરોગ્ય વિભાગના સંપર્કથી દૂર

95
0

સુરતઃ રાંદેરના 67 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા સુરતનો પોઝિટિવનો આંક 9 પર પહોંચ્યો છે. જેમાંથી એકનું મોત થયું છે અને એક યુવતી રિકવર થઈ છે. આજે વધુ 12 કેસ શંકાસ્પદ નોંધાયા છે. જ્યારે રાંદેરના પોઝિટિવ વૃદ્ધના ઘર અને આસપાસના વિસ્તારને સેનિટાઈઝ કરવામાં આવ્યો છે. દરમિયાન વિદેશથી પરત ફરેલા અને સંપર્ક વિહોણા 42 લોકોની યાદી આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે.

રાંદેરના દર્દીના સંપર્કમાં આવેલા તબીબ સહિત 5ને ક્વોરન્ટીન કરાયા

રાંદેરના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે સુરત મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું હતું. આરોગ્ય વિભાગે વૃદ્ધ અને તેમના સંપર્કમાં આવેલા પત્ની, સાળો, ભત્રીજો તેમજ પ્રાઈવેટ ડોક્ટર અને તેમના સ્ટાફ સહિત 5 ને ક્વોરન્ટીન કરી દીધા છે. જ્યારે આ વૃદ્ધ લોન્ડ્રી ચલાવતા હોવાના કારણે અનેક ગ્રાહકો પણ તેમના સંપર્કમાં આવ્યા હોવાથી આરોગ્ય વિભાગના તબીબોએ તેમના નામો પૂછ્યા હતા. પરંતુ તેઓ નામ જાણતા ન હોવાથી પાલિકા દ્વારા વિસ્તારમાં સર્વે શરૂ કરાવ્યો છે. જેથી સંપર્કમાં આવેલાઓ સુધી પહોંચી શકાય.

6 લોકોના રિપોર્ટ પેન્ડિંગ

રાંદેરના 67 વર્ષીય વૃદ્ધ લોન્ડ્રી ચલાવે છે. થોડા દિવસથી તેમને શરદી, ખાંસી, તાવ હોવાથી પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યાં તેમને શંકાસ્પદ લક્ષણો જણાતા સેમ્પલ લઇ રિપોર્ટ કરાયો હતો. જે સોમવારે પોઝિટિવ આવ્યો હતો. વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું અને તેમના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરવાનું શરૂ કરી દીધું હતું. આ સાથે સોમવારે ઉધનાના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા તેના 32 વર્ષીય મિત્ર તેમજ વરાછા વિસ્તારમાં રહેતા અને સિવિલ હોસ્પિટલના લેબ ટેક્નિશિયન તરીકે કામ કરતા 23 વર્ષીય યુવક સહિત કોરોનાના વધુ 11 શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા હતા. જ્યારે રવિવારે સામે આવેલા શંકાસ્પદો પૈકીના પેન્ડિંગ 3 સહિત 9નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કુલ 94 શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા હતા. જેમાંથી 9નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોઝિટિવ દર્દીઓ પૈકી 1નું મોત થયું છે જ્યારે 1 દર્દી રીકવર થતા રજા આપી દેવાઈ છે. જ્યારે 80નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને હાલ 6નો રિપોર્ટ પેન્ડિંગ છે.

RKT માર્કેટના કર્મીને ટ્રેનમાં ચેપ લાગ્યો હતો

આ અગાઉ પણ શહેરમાં રાંદેરના વૃદ્ધ પહેલાં એક કિસ્સો રિંગરોડ ખાતે આવેલી રાધા ક્રિષ્ના ટેક્સટાઇલ માર્કેટમાં પણ બન્યો હતો. આરકેટી માર્કેટની એક દૂકાનમાં કામ કરતાં વ્યક્તિનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેની હિસ્ટ્રી વિદેશ પ્રવાસ તો ન હતી પરંતુ તેમની હિસ્ટ્રી મહાનગર પાલિકાએ તપાસી તો ટ્રેનમાં મુસાફરી કરી હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે રાંદેરના શખ્સમાં તો કોઈ પણ પ્રવાસની હિસ્ટ્રી સુદ્ધા નહી હોય લોકલ સંક્રમણ થતાં કોરોનાગ્રસ્ત બન્યા છે. તેથી રાંદેરના સમગ્ર વિસ્તારમાં ડિસ-ઈન્ફેકશનની કામગીરી પાલિકાના વેક્ટર બોર્ન ડિસીઝ (વીબીડીસી) વિભાગ ફાયરે મળીને હાથ ધરવાની શરૂઆત કરી દીધી છે.જેના પગલે સમગ્ર વિસ્તારમાં સંક્રમણ નહીં ફેલાય.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


રાંદેરમાં પોઝિટિવ દર્દી સામે આવતા આરોગ્ય તંત્ર દ્વારા સેનિટાઈઝની કામગીરી હાથ ધરાઈ


આઈલેન્ડ ઉપર બેસાડેલા પુતળાઓને પણ માસ્ક પહેરાવી લોકોને સજાગ કરવાનો પ્રયાસ