Home Gujarati રામ રહીમના સમર્થકોએ તેને જન્મદિવસની શુભેચ્છા આપવા 11 દિવસમાં 8000 ચિઠ્ઠીઓ અને...

રામ રહીમના સમર્થકોએ તેને જન્મદિવસની શુભેચ્છા આપવા 11 દિવસમાં 8000 ચિઠ્ઠીઓ અને રાખડીઓ મોકલી

298
0

રોહતક: હરિયાણાના રોહતક શહેરમાં આવેલી સુનારિયા જેલમાં બાબા રામ રહીમ ઉંમરકેદની સજા ભોગવી રહ્યો છે, પણ રામ રહીમે પોસ્ટ ઓફિસ અને પ્રશાસનને ધંધે લગાડી દીધા છે. 15 ઓગસ્ટે રામ રહીમનો 52મો જન્મ દિવસ છે. તેવામાં તેમના સર્મથકો રોજ તેને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે 1000 કરતાં પણ વધારે કાર્ડ અને રાખડીઓ મોકલી રહ્યા છે.

રિપોર્ટ પ્રમાણે, રામ રહીમને 11 દિવસમાં 8000 ચિઠ્ઠીઓ મળી ચૂકી છે. આ ચિઠ્ઠીને કારણે જેલના કર્મચારીઓને ઘણી મુશ્કેલી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે, રામ રહીમને હરિયાણા, પંજાબ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને અન્ય રાજ્યોમાંથી ચિઠ્ઠી મળી છે. અમુક પોસ્ટ ઇન્ટરનેશનલ પણ છે. આ ચિઠ્ઠી પર કેદી નંબર કે કોઈ બેરેક નંબર લખેલો નથી. દરેક પોસ્ટ પર એડ્રેસ-સંત ડો. રામ રહીમ સિંહ ઈંસા, સુનારિયા જેલ, રોહતક લખેલું છે.

આ રીતે ચિઠ્ઠી જેલમાં રામ રહીમ સુધી પહોંચે છે

  • મેઇન પોસ્ટ ઓફિસથી રિક્ષામાં એક કોથળામાં ચિઠ્ઠી અને રાખડીઓ 6 કિલોમીટર દૂર પોસ્ટ ઓફિસમાં મોકલવામાં આવે છે
  • બે અસ્થાયી કર્મચારી બાઈક પર આ ચિઠ્ઠીઓ જેલને સોંપે છે
  • જેલના અધિકારીઓ એક-એક ચિઠ્ઠીનું સ્કેનિંગ કરે છે, ત્યારબાદ તેને રામ રહીમની બેરેકમાં પહોંચાડે છે
  • રામ રહીમ રોજ આ ચિઠ્ઠી વાંચીને પરત સોંપે છે, તો કેટલાકને જવાબ પણ આપે છે.
  • ગયા વર્ષે રામરાહીમના નામે જેલમાં ઓગસ્ટ મહિનામાં 1 ટન વજનની ચિઠ્ઠીઓ અને રાખડીઓ આવી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Rakhis coming for Ram Rahim


Rakhis coming for Ram Rahim