Home Gujarati રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 51 નવા કેસ સામે આવ્યાં, મૃત્યુઆંક 25એ...

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 51 નવા કેસ સામે આવ્યાં, મૃત્યુઆંક 25એ પહોંચ્યો, આજથી માસ્ક પહેરવું ફરજિયાત

132
0

રાજ્યમાં કોરોના હાલ હાહાકાર મચાવી રહ્યો છે.આજે રાજ્યમાં સવારના 10 વાગ્યા પછી વધુ 23 કેસ નોંધાતા 24 કલાકમાં 51નવા દર્દીઓ થયા છે. આ સાથે જ કોરોનાના કુલ દર્દી 519થઈ ગયા છે. જ્યારે સાંજે વડોદરમાં એક દર્દીનુંમોત થતાંમૃત્યુઆંક 25થયો છે અને 44 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદમાં આજે 39, સુરતમાં 3, વડોદરાના નાગરવાડામાં 4 સહિત 6 અને આણંદમાં 3કેસ સામે આવ્યા છે.અમદાવાદમાં 24 કલાકમાં કુલ 4ના મોત થયા છે. જેમાં3 મોત સિવિલ હોસ્પિટલમાં અને1 SVP હોસ્પિટલમાં મોત થયું છે. ઉલ્લેખનીય કે, આરોગ્ય અગ્ર સચિવે કોરોના અંગે સાંજે આપેલી અપડેટમાં સુરતના ત્રણ પોઝિટિવ કેસનો ઉલ્લેખ નથી. આજથી અમદાવાદ, રાજકોટ સહિત વડોદરામાં માસ્ક પહેરવું ફરજિયા છે. જો માસ્ક નહીં પહેરો તો 5 હજાર રૂપિયાનો દંડ ફટકારવમાં આવશે અને દંડ નહીં ભરો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ સાંજે સાડા સાત વાગ્યે જણાવ્યું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ દર્દીમાંથી 24ના મોત થયા છે. જ્યારે 444ની હાલત સ્થિર અને 4 દર્દી વેન્ટીલેટર પર છે. 24 કલાક દરમિયાન 2012ના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 48 પોઝિટિવ અને 1632 નેગેટિવ અને 332 રિપોર્ટ પેન્ડિગ છે. અત્યાર સુધીમાં 11715 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 516 પોઝિટિવ, 10867 નેગેટિવ અને 332 રિપોર્ટ પેન્ડીગ છે.

39 નવા કેસ સાથે અમદાવાદમાં કોરોનાના 282દર્દી, અત્યાર સુધીમાં 12ના મોત

અમદાવાદના નવા 39 કેસમોટેરા, રાયખડ, ઓઢવ, નરોડામણિનગર,જમાલપુર, દાણીલીમડા, બહેરામપુરા, જમાલપુર, મણિનગર, ઘોડાસર, રાણીપ, કાલુપુર વિસ્તારમાં નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કુલ 282કોરોનાના દર્દી થઈ ગયા છે અને મૃત્યુઆંક 12એ પહોંચ્યો છે.

ગુજરાત અપડેટ

>>અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં માસ્ક પહેરવું ફરજીયાત કર્યું છે.જાહેર રસ્તા પર મોઢે માસ્ક કે રૂમાલ-દુપટ્ટો નહીં બાંધ્યો હોય તો 5 હજારનો દંડ ફટકારવામાં આવશે. રાજકોટ અને વડોદરામાં પહેલીવાર રૂ.1000નો દંડ જ્યારે અમદાવાદમાં રૂ.5 હજારનો દંડ ફટકારાશે.

>>મુખ્યમંત્રીના સચિવ અશ્વિન કુમારે કહ્યું કે,રાજ્યમાં ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને ત્રણ મહિના સુધી ગેસ સિલિન્ડર ફ્રીમાં અપાશે.

>>અમદાવાદમાં જાહેર રસ્તા પર મોઢે માસ્ક કે રૂમાલ-દુપટ્ટો નહીં બાંધ્યો હોય તો રૂ. 5 હજારનો દંડ કરવામાં આવશે અને જો દંડ નહી ભરે તો ત્રણ વર્ષની જેલ થઈ શકે છે
>>કોરોનાને કારણે અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં આજે મૃત્યુ પામેલા75 વર્ષીયપુરુષ હાયપર ટેન્શનના દર્દી હતા.

રાજ્યમાં 519પોઝિટિવ કેસ, 25મોત અને 44 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 282 12 11
વડોદરા 101 3 7
સુરત 31 4 7
ભાવનગર 23 2 4
રાજકોટ 18 00 5
ગાંધીનગર 15 01 7
પાટણ 14 1 00
કચ્છ 04 00 00
ભરૂચ 08 00 00
આણંદ 08 00 00
પોરબંદર 03 00 03
ગીર-સોમનાથ 02 00 00
મહેસાણા 02 00 00
છોટાઉદેપુર 03 00 00
મોરબી 01 00 00
પંચમહાલ 01 01 00
જામનગર 01 00 00
સાબરકાંઠા 01 00 00
દાહોદ 01 00 00
કુલ 519 25 44

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Gujarat Live more positive cases in state


Corona Gujarat Live more positive cases in state