Home Gujarati રાજકોટમાં એક યુવક 21 વખત અલગ-અલગ બહાના કાઢી બહાર નીકળ્યો, પોલીસે સીસીટીવીને...

રાજકોટમાં એક યુવક 21 વખત અલગ-અલગ બહાના કાઢી બહાર નીકળ્યો, પોલીસે સીસીટીવીને આધારે અટકાયત કરી

82
0

શહેરમાં કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનનો 18મો દિવસ છે. ત્યારે અવારનવાર કેટલાય લોકો શહેરમાં વગર કારણથી બહાર રખડવા નીકળા પડે છે. આ મામલે રાજકોટમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવક 21 વખત અલગ અલગ બહાને બહાર નીકળે છે પણ સીસીટીવી સર્વેલન્સની કામગીરી વખતે પોલીસ તેને ઝડપી પાડે છે. હાલ પોલીસે આ મામલે યુવકની અટકાયત કરી છે.

દરરોજ અલગ અલગ વિસ્તારમાં ફરતો હતો
મયુર પરમાર નામનો આ યુવક અલગ અલગ બહાના આપી દરરોજ બહાર નીકળતો હતો. ક્યારેક મમ્મી બીમાર છે તો દવા લેવા જઉં છું તેમ કહી, તો ઇમરજન્સીમાં દવાખાને ટિફિન આપવા જવાનું છે તેમ કહેતો હતો. આમ દરરોજ તે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં ફરતો હતો. ત્યારે પોલીસ જ્યારે સીસીટીવી સર્વેલન્સની કામગીરી હતી ત્યારે તેની પર શંકા જતા પોલીસે આ યુવકની અટકાયત કરી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


અલગ અલગ બહાના બનાવી ફરતો યુવક મયુર પરમાર