Home Gujarati રાજકોટની સિલ્વર હાઇટ સોસાયટીમાં બહારથી આવનાર લોકોને હેન્ડપમ્પથી ડિસઇન્ફેક્ટ કરાઇ છે

રાજકોટની સિલ્વર હાઇટ સોસાયટીમાં બહારથી આવનાર લોકોને હેન્ડપમ્પથી ડિસઇન્ફેક્ટ કરાઇ છે

87
0

રાજકોટ:કોરોના વાઇરસના પોઝિટિવ કેસમાં વધારો થતો જાય છે ત્યારે લોકડાઉનની પરિસ્થિતિમાં લોકો જાગૃત પણ બની રહ્યા છે. સોરાષ્ટ્રમાં શહેરો અને ગામડાઓમાં બહારના લોકોએ અંદર આવવું નહીં તેવા બેનરો પણ લાગી ચૂક્યા છે. ત્યારે રાજકોટની સિલ્વર હાઇટ સોસાયટીએ લોકોને પ્રેરણા આપે તેવો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આ સોસાયટીમાંથી જીવન જરૂરી વસ્તુઓ લેવા ગયેલા અથવા બહારના કોઇ લોકો અંદર આવે ત્યારે હેન્ડપંપ દ્વારા તેના આખા શરીરને સેનેટાઇઝ કરી ડિસઇન્ફેક્ટ કરે છે.

સોડિયમ હાઇક્લોરાઇડનો ઉપયોગ કરી ડિસઇન્ફેરક્ટ કરે છે

સોસાયટીના ગેટ પાસે જ હેન્ડપંપ મુકવામાં આવ્યો છે. જેમાં નિષ્ણાંત તબીબોની સલાહ પ્રમાણે સોડિયમ હાઇક્લોરાઇડનો ઉપયોગ કરી લોકોને ડિસઇન્ફેક્ટ કરવામાં આવી રહ્યા છે. સોસાયટીના લોકોના જણાવ્યા પ્રમાણે કોરોના વાઇરસને લઇ લોકોમાં વધુમાં વધુ અવેરનેસ આવે અને લોકો આ રીતે પોતાની સોસાયટીમાં પણ અમલ કરે તો તેને આગળ વધતો અટકાવી શકીશું. આ કેમિકલ માર્કેટમાં સરળતાથી મળી રહે છે. બધા લોકો ઉપયોગ કરવા લાગે તો સારૂ. આની કિંમત પણ વધારે નથી. એક પમ્પ એટેલે કે પાંચ લીટર બનાવવા પાછળ 80થી 90 રૂપિયાનો ખર્ચ થાય છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


rajkot silver hight sociaty start diss enfect work for corona virus