Home Gujarati રાજકોટના રેલવે તથા જંક્શન વિસ્તારમાંથી ભિક્ષુકો, નિરાધરો, દિવ્યાંગોને શેલ્ટર હોમમાં પોલીસે શિફ્ટ...

રાજકોટના રેલવે તથા જંક્શન વિસ્તારમાંથી ભિક્ષુકો, નિરાધરો, દિવ્યાંગોને શેલ્ટર હોમમાં પોલીસે શિફ્ટ કર્યા

104
0

રાજકોટ: રાજકોટના રેલવે તથા જંક્શન વિસ્તારમાં રસ્તા તથા ફૂટપાથ પર રહેતા નિરાધાર લોકો, ભિક્ષુકો અને દિવ્યાંગોને શેલ્ટર હોમ ખાતે પ્રદ્યુમનનગર પોલીસે શિફ્ટ કર્યા હતા. સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખ સમીર શાહે નિવેદન આપ્યું હતું કે, હાલ રાજકોટમાં 2270ના ભાવે જ સીંગતેલ મળી રહ્યું છે. કોઇ ઓઇલ મિલરો દ્વારા નફાખોરી કરવામાં આવી નથી. હાલ પ્રોડક્શન બંધ છે. માર્કેટ યાર્ડો બંધ હોવાથી મગફળીની આવક બંધ છે. નાફેડ દ્વારા હાલ હરાજી બંધ છે. નાફેડ પાસે 6 લાખ ટન મગફળીનો સ્ટોક છે.

ફ્રિ હોમ ડિલિવરી હોવા છતાં ડિમાર્ટ 50 રૂપિયા ચાર્જ લે છે

રાજકોટ મનપાએ મોલ દ્વારા ફ્રિ હોમ ડિલિવરી કરવામાં આવશે તેવું જાહેરનામું બહાર પાડ્યું હતું. પરંતુ મોલમાંથી વસ્તુ મગાવવાનો લોકોને કડવો અનુભવ થઇ રહ્યો છે. ડિ માર્ટ મોલ દ્વારા હોમ ડિલિવરીના નામે 50 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે.

ગીરગઢડામાં જાહેરનામાનો ભંગ કરનાર પાંચ શખ્સોની અટકાયત

હાલમાં ગુજરાત રાજ્યમાં ફેલાયેલા કોરોના વાઇરસના ફેલાવો અટકાવવા લોકડાઉનની જાહેરાત બાદ તેના કડક અમલવારી માટે પોલીસ દ્વારા સખ્ત પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે કામ વગર ના એકઠા થવું હિતાવહ ન હોય અને તેનાથી માનવજીવન જોખમકારક સંભવ હોય તેથી જાહેરનામાનો ભંગ કર્યો હોય એ બાબત અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગીરગઢડા પોલીસે IPC કલમ 269અને 188 મુજબ અટક કરી આ પાંચ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટમાં વધુ 16 શંકાસ્પદ કેસ નોંધાયા

રાજકોટમાં આજે 31 માર્ચે કોરોના વાઇરસના 16 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ તમામના લોહીના સેમ્પલ લઇ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જેમાં રાજકોટ શહેરના 4, રૂરલના 2 અને બીજા અન્ય જિલ્લાના દર્દીઓનો સમાવેશ થાય છે.16 પૈકી 3 બાળકોમાં કોરોનાના વાઇરસ જોવા મળ્યા છે. ગઇકાલે નોંધાયેલ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા 40 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. રાજકોટમાં સરેરાશ રોજ 1 વ્યક્તિને કોરોના થતો હોવાનું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. વધુ 14 શંકાસ્પદ કેસ નોંધાયા છે. 19 માર્ચે જંગલેશ્વરનો પ્રથમ પોઝિટિવ કેસ જાહેર થયો હતો. અત્યાર સુધીમાં કુલ 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. આજના શંકાસ્પદ કેસમાં 9 માસની બાળકીનો પણ સમાવેશ, થાય છે. જ્યારે મોરબી-આણંદના એક-એકનો સમાવેશ થાય છે. આઇશોલેશનમાં કુલ 24 દર્દીઓ છે.

રાજકોટ મહાનગરપાલિકાના સ્ટાફની સેવાની પ્રશંસા કરતા હોમ ક્વોરન્ટીન લોકો

કોરોનાના સંક્રમણ સામે લેવાઈ રહેલા વિવિધ પગલાઓના ભાગરૂપે હાલમાં શહેરના વિવિધ વિસ્તારોમાં હોમ ક્વોરન્ટીન રહેલા લોકો પૈકી અનેક નાગરિકોએ રાજકોટ મહાનગરપાલિકાના સંવેદનાસભર સ્ટાફ દ્વારા તેમની લેવાઈ રહેલી કાળજી બદલ અત્યંત ખુશી વ્યક્ત કરી છે. મનપાના અધિકારીઓ અને કર્મચારીઓ પ્રત્યે ખુબ ખુબ આભારની લાગણી પ્રદર્શિત કરી હતી તેમ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. જંગલેશ્વરમાં કોરોનાનો પોઝિટિવ કેસ મળ્યા બાદ તુર્ત જ 19 માર્ચના રોજથી સમગ્ર જંગલેશ્વર વિસ્તાર ક્લસ્ટર ક્વોરન્ટીન કરી લેવામાં આવ્યો હતો. સાથોસાથ વિદેશ પ્રવાસેથી વતન રાજકોટ પરત ફરેલા પ્રવાસીઓ અને તેઓ જે જે પરિવારજનોના સંપર્કમાં આવ્યા હતાં તેઓને 14 દિવસ માટે હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતાં.

સૌરાષ્ટ્ર રણજી ટીમના ખેલાડીએ ઝપડપટ્ટીમાં કીટ વિતરણ કર્યું

સૌરાષ્ટ્ર રણજી ટીમના ખેલાડી શેલ્ડન જેક્શને ગરીબોમાં કીટ વિતરણ કરી હતી. કીટમાં દૂધ, છાસ, વેફર, પાણી, ખાખરા, બટર અને બિસ્કિટ રાખવામાં આવ્યા હતા. આ કીટ ગરીબ લોકોમાં વિતરણ કરવામાં આવી હતી. કીટ વિતરણ કરતી વખતે ગરીબ લોકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.

ભાવનગરમાં પાંચ પોઝિટિવ કેસ પછી સન્નાટો

ભાવનગરમાં પાંચ પોઝિટિવ કેસ પૈકી એક મહિલાનું મોત નીપજતા મૃત્યુઆંક બે પર પહોંચ્યો છે. વધુ એક મોતને પગલે લોકોમાં એક પ્રકારે ડર છવાયો છે. જ્યારે માર્ગો પરની અવરજવર પણ નહીંવત બની છે. તંત્ર દ્વારા જે વિસ્તારના પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યાં બેરીકેટ દ્વારા માર્ગો બંધ કરી દઈ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ આ વિસ્તારને સેનેટાઈઝ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. કોરોનાના વધી રહેલા કેસને પગલે પોલીસે શહેરના ભીલવાડા, રાણીકા, ઘોઘા રોડ અને વડવા વિસ્તારમાં બેરીકેટ નાખી આ વિસ્તારના લોકોને બહાર જવા પર અંકુશ મૂકી દીધો છે. જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારમાં સેનેટાઈઝની કામગીરી પણ હાથ ધરી છે. લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરવામાં આવી છે. શહેરમાં સન્નાટો પ્રસરી જતા પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


રાજકોટમાં નિરાધરોને સેલ્ટર હોમમાં શિફ્ટ કરાયા


ડ્રોનથી સોસાયટીઓમાં સર્વેલન્સ


ભાવનગરમાં પાંચ પોઝિટિવ કેસ આવતા સન્નાટો છવાયો