Home Gujarati મૂળ ભારતીય ટેક્સી ડ્રાઈવરે તેનાં વૃદ્ધ પેસેન્જરના 17 લાખ રૂપિયાને ફ્રોડ કેસથી...

મૂળ ભારતીય ટેક્સી ડ્રાઈવરે તેનાં વૃદ્ધ પેસેન્જરના 17 લાખ રૂપિયાને ફ્રોડ કેસથી બચાવ્યા

113
0

કેલિફોર્નિયા: ટેક્સી ડ્રાઈવરની પ્રામાણિકતાના ઘણા કેસ આપણી સામે આવતા હોય છે. અમેરિકામાં મૂળ ભારતીય એવા રાજ સિંહે પણ વૃદ્ધ મહિલાને 17 લાખ રૂપિયાના ફ્રોડ કેસમાંથી બચાવી લીધા છે. કેલિફોર્નિયાના રોઝવિલે સિટીમાં રાજ સિંહે કરેલા કામે પોલીસે વખાણ કર્યા છે અને તેને 50 ડોલર એટલે કે 3573 રૂપિયાનું ઈનામ પણ આપ્યું છે.

મહિલાએ રાજ સિંહને બેન્કમાં પૈસા ઉપાડવાનું ખોટું કારણ કહ્યું
આ કેસ બે અઠવાડિયાં પહેલાંનો છે, પણ તપાસ બાદ હાલ તે સામે આવ્યો છે. રાજ સિંહે 92 વર્ષીય મહિલાને પિકઅપ કર્યાં હતાં. મહિલાને જોઈને રાજ સિંહને કંઈક અજુગતું લાગ્યું કારણ કે તેઓ ઘણા ચિંતામાં હોઈ તેવું જણાઈ રહ્યું હતું. મહિલાએ કહ્યું કે, મારે બેંકમાં જવું છે અને થોડા રૂપિયા ઉપાડવા છે. જેથી હું ટેક્સ ભરી શકું.

રાજ સિંહે પોલીસને વાત કરી
પેસેન્જર સાથે વાતચીત દરમિયાન મહિલાની વાતમાં રાજ સિંહને કંઈક લોચો લાગ્યો. રાજને ખબર પડી ગઈ કે, કોઈકે આ મહિલાને ફોન કરીને રૂપિયા માગ્યા છે. ફોન પર કોઈક વ્યક્તિ મહિલાને રૂપિયા જમા કરાવવાનું પણ કહી રહ્યો હતો. આ દરમિયાન રાજ સિંહે મહિલાના મહેનતથી કમાયેલા રૂપિયાને ચોરના હાથમાંથી જતા બચાવી લીધા, રાજે મહિલાની વાત પોલીસ ઓફિસર સાથે કરાવી.

17 લાખ રૂપિયા બચી ગયા
મહિલાએ પોલીસ સ્ટેશન જઈને સંપૂર્ણ વાત કહી કે કોઈ અજાણ્યો વ્યક્તિ તેની પાસેથી રૂપિયાની માગ કરી રહ્યો હતો. મહિલાએ પોલીસ સ્ટેશનમાં આરોપીને ફોન લગાવ્યો તો તેણે કાપીને બ્લોક કરી દીધો અને આ રીતે મહિલાના રૂપિયા પણ બચી ગયા. 92 વર્ષીય વૃદ્ધા રાજ સિંહને લીધે ફ્રોડ કેસનો શિકાર બનતા બચી ગયા.

સોશિયલ મીડિયામાં રાજ સિંહના વખાણ
રાજ સિંહે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, હું એક પ્રામાણિક વ્યક્તિ છું. મેં મારા વૃદ્ધ પેસેન્જરની મદદ કરી, કારણકે તેમને મારી જરૂર હતી. સોશિયાલ મીડિયા હાલ યુઝર્સ રાજ સિંહના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, તમે રિઅલ હીરો છો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Indian Taxi Driver Saves Elderly Woman From Being Scammed Out of $25,000 in US