Home Gujarati મિઝોરમની 11 વર્ષીય કેરોલિનને વીરતા પુરસ્કારની રકમ જેનો જીવ બચાવ્યો તેને સોંપી...

મિઝોરમની 11 વર્ષીય કેરોલિનને વીરતા પુરસ્કારની રકમ જેનો જીવ બચાવ્યો તેને સોંપી દીધી

101
0

આઈઝૉલ: બાળકોની બહાદુરીને સન્માનિત કરવા અને તેમને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા પસંદગી કરાયેલા બાળકોને વીરતા પુરસ્કાર આપવામાં આવે છે. આ વર્ષે આ પુરસ્કાર હાંસલ કરનારામાંથી મિઝોરમની 11 વર્ષીય કેરોલિન માલસ્વામટલુઆંગીએ સાબિત કર્યું કે તે બહાદુરી સાથે ઉદારતા પણ ધરાવે છે. કેરોલિને પુરસ્કારમાંથી 10 હજાર રૂપિયા, ચાંદીનો હાર અને કપડાં તેના પુરસ્કારનું કારણ બનેલી 7 વર્ષની છોકરીને સોંપી દીધા.

કેરોલિનની માતાના જણાવ્યા અનુસાર કેરોલિને જેનો જીવ બચાવ્યો હતો તે છોકરીની આર્થિક પરિસ્થિતિ વિશે જાણ થતા જ તેઓએ તેની મદદ કરવાનું વિચાર્યું હતું.

કેરોલિને છોકરીને પોતાની પીઠ ઉંચકીને જીવ બચાવ્યો હતો
ગત વર્ષે જૂન મહિનામાં કેરોલિન જુંગ્તઈમાં આવેલા તેના ઘરની આસપાસ તેના મિત્રો સાથે રમી રહી હતી. તેવામાં એક અજાણ છોકરી આવીને રમવા લાગી. ત્યારબાદ માલુમ પડ્યું કે તે છોકરી નું અપહરણ કરવામાં આવ્યું હતું. તેની જાણ કેરોલિનને થતા તે જાતે જ તેને શોધવા માટે નીકળી પડી હતી. આ છોકરી એક 31 વર્ષીય મહિલાના ઘરે હતી. તકનો ફાયદો ઉઠાવી કેરોલિન તે છોકરીને પોતાની પીઠ પર ઉંચકીને પોતાના ઘરે લાવી હતી. ત્યારબાદ કેરોલિનના માતાપિતાએ પોલીસને જાણ કરી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


11-year-old Caroline of Mizoram hands over heroic reward money to survivors