Home Gujarati મહિલાઓએ કોરોના વાઈરસને દેશમાંથી ભગાડવા ભજન બનાવ્યું, ‘કોરોના વાઈરસ ભાગ જા, ભારત...

મહિલાઓએ કોરોના વાઈરસને દેશમાંથી ભગાડવા ભજન બનાવ્યું, ‘કોરોના વાઈરસ ભાગ જા, ભારત મેં થારો કાઈ કામ રે’

91
0

દિલ્હી: કોરોના વાઈરસનો ડર દુનિયાભરમાં વધી રહ્યો છે. ભારતમાં પણ તેના 61થી વધારે પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે. આપણા દેશની અમુક મહિલાઓએ કોરોના વાઇરસને ભગાડવા માટે દેશી જુગાડ શોધી લીધો છે. તેમણે ‘કોરોના વાઈરસ ભાગ જા, ભારત મેં થારો કાઈ કામ રે, કોરોના વાઈરસ ભાગ જા’ભજન બનાવ્યું.ટોન પણ અસલ ભજન જેવો જ છે.

ફેસબુક યુઝર આયુષી ચૌરસિયાએ આ વીડિયો પોસ્ટ કર્યો છે, જેને અત્યાર સુધી 12 લાખથી પણ વધારે લોકોએ જોયો છે. આ વીડિયો ક્યાંનો છે તે હજુ ખબર પડી નથી. અમુક મહિલાઓ બાલ કૃષ્ણની સામે પોતપોતાના ફોનમાં કડી જોઈને ધૂનમાં ગાય છે.

આ પોસ્ટ પણ સોશિયલ મીડિયા યુઝર્સનો કમેન્ટનો ઢગલો થઈ ગયો છે. એક યુઝરે લખ્યું કે , આપણા ભારતીયો પાસે કોઈ પણ સમસ્યાનો રામબાણ ઉપાય હોય છે. અન્ય યુઝરે લખ્યું કે, આ જોરદાર ભજન છે, હવે તો કોરોના વાઈરસને દેશ છોડવો જ પડશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


‘Corona bhag jao’: Women sing and plead coronavirus to leave India, video goes viral