Home Gujarati ભાવનગર જેલમાંથી કાચા અને પાકા કામના 52 કેદીઓને 2 માસના પેરોલ પર...

ભાવનગર જેલમાંથી કાચા અને પાકા કામના 52 કેદીઓને 2 માસના પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા

91
0

ભાવનગર: ભાવનગર જિલ્લા જેલમાં વિવિધ પ્રકારના ગુનામાં સજા ભોગવતા કાચા અને પાકા કામના 52 કેદીઓને 2 માસની પેરોલ પર હાય પાવર કમિટીના આદેશ પર મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે 12 જેટલા પાકા કામના કેદીઓને કલેક્ટરના આદેશને પગલે 14 એપ્રિલ સુધી પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા છે. કેદીઓના સગાઓ તેમને લેવા જેલની બહાર પહોંચ્યા હતા. તંત્ર આ કેદીઓને પેરોલ મુક્તિની સાથે જરૂરી સમાન-સહાયની કીટ પણ આપી હતા. તેમજ તેમને જે તે મથકો પર પહોંચતા કરવા અંગેની વ્યવસ્થા પણ કરી હતી.

ભાવનગર પોલીસે જાહેરનામાનો ભંગ કરનાર 11 વ્યક્તિ સામે ગુનો નોંધ્યો

આજે 31 માર્ચે ભાવનગર ડી ડિવીઝન પોલીસ મથકના સ્ટાફે કોરોનો વાઇરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોકડાઉનનો ભંગ કરતા ઇસમો સામે કાર્યવાહી કરી છે. ડ્રોન કેમેરાની મદદથી ભાવનગર જિલ્લાની નિલમબાગ પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ડ્રોન કેમેરામાં અને વીડિયોગ્રાફીમાં એકત્ર થયેલ વ્યક્તિઓ કેદ થતા 8 શખ્સો વિરૂદ્ધ તેમજ અન્ય જાહેરનામાનો ભંગ કરી દુકાનો લારી-ગલ્લાઓ ખુલ્લા રાખી બેઠેલા 3 શખ્સો મળી કુલ 11 વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ તંત્રના કડક ચેકીંગના પગલે રસ્તાઓ સુમસામ બન્યા છે.

(ભરત વ્યાસ, ભાવનગર)

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પેરોલ પર છૂટેલા કેદીઓ