Home Gujarati બ્રેડની એક સ્લાઈસ ન્યૂ ઝીલેન્ડમાં અને બીજી પૃથ્વીના સામા છેડે સ્પેનમાં, આ...

બ્રેડની એક સ્લાઈસ ન્યૂ ઝીલેન્ડમાં અને બીજી પૃથ્વીના સામા છેડે સ્પેનમાં, આ રીતે બે યુવાનોએ બનાવી ‘અર્થ સેન્ડવિચ’

124
0

ઓકલેન્ડ: અત્યાર સુધી આપણે વેજીટેબલ સેન્ડવિચ, ચીઝ જામ સેન્ડવિચ, આલુ મટર સેન્ડવિચ અને ચોકલેટ સેન્ડવિચ વિશે તો સાંભળ્યું અને ખાધી હશે પણ શું ક્યારેય અર્થ સેન્ડવિચ વિશે સાંભળ્યું છે! હા, અર્થ સેન્ડવિચનું અસ્તિત્વ છે, પણ તેને ખાઈ શકાતી નથી. બે યુવકે ન્યૂ ઝીલેન્ડ અને સ્પેનમાં પૃથ્વીનું યોગ્ય અંતર લઈને સેન્ડવિચ બનાવી છે. બંનેએ એક જ સમયે અને પૃથ્વી સેન્ટરમાં આવે તે રીતે સેન્ડવિચની સ્લાઈસ મૂકી છે. પૃથ્વીને સેન્ડવિચની સ્લાઈસની એકદમ વચ્ચે રાખવામાં બંને મિત્રોને સફળતા મળી છે.

2 યુવકમાંનો એક એટિન નોડ ઓકલેન્ડનો રહેવાસી છે. તેણે ન્યૂ એજન્સી સાથે પોતાના આ આઈડિયા વિશે કહ્યું કે, મારે અર્થ સેન્ડવિચ બનાવવા ગણતરી કરવા માટે 1 વર્ષનો સમય લાગ્યો છે. સેન્ડવિચનો બીજો ટુકડો સ્પેનમાં મૂકવા માટે માટે અન્ય એક યુવકની જરૂર હતી. આ માટે મેં Reddit સોશિયલ વેબસાઈટ પર પોસ્ટ મૂકી હતી. એટિને ન્યૂ ઝીલેન્ડમાં સેન્ડવિચ સ્લાઈસ મૂકી છે. તેનો ઓનલાઇન મેસેજ જોઈને તેને જેની શોધ હતી તેવો યુવક મળી ગયો અને તેણે સ્પેનમાં સેન્ડવિચની અન્ય સ્લાઈસ મૂકી. 19 વર્ષીય એટિને અર્થ સેન્ડવિચ બનાવવા માટે લેટીટ્યૂડ ટૂલનો ઉપયોગ કર્યો હતો.

આ બંને સેન્ડવિચની સ્લાઈસ વચ્ચે 20,000 કિલોમીટરનું અંતર છે. એટિને પોતાના અનુભવ વિશે કહ્યું કે, બંને લોકેશન વચ્ચે સમયનો12 કલાકનો તફાવત હતો, એક જ સમયે આ સેન્ડવિચ બનાવવી શક્ય નહોતું પણ અમારી મહેનતને લીધે તે શક્ય બન્યું. રજાઓને લીધે મને આવા સ્ટ્રેન્જ એક્સપરિમેન્ટ કરવાનો ઘણો સમય મળે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


‘Earth sandwich’ made by two men 20,000km apart