Home Gujarati પોલીસ બેડામાં 55 વર્ષથી વધુ વયના કર્મચારીઓ લોકોના સીધા સંપર્કમાં ન આવે...

પોલીસ બેડામાં 55 વર્ષથી વધુ વયના કર્મચારીઓ લોકોના સીધા સંપર્કમાં ન આવે તેમ બંદોબસ્ત ફાળવવા નિર્ણય

81
0

સુરતઃ કોરોના વાઈરસના પોઝિટિવ દર્દીઓમાં છેલ્લા 60 કલાક કરતાં વધુ સમયથી વધારો નથી નોંધાયો. જેથી તંત્રમાં હાશકારાની લાગણી જોવા મળી રહી છે. બીજી તરફ આરકેટી માર્કેટના વેપારીને થયેલા કોરોના પોઝિટિવ બાદ તેના પુત્રનો રિપોર્ટ વેઈટિંગમાં હતો. જો કે,વેપારી પુત્રનો રિપોર્ટ નેગેટિવ આવતાં માર્કેટના લોકોએ હાશકારો અનુભવ્યો છે. બીજી તરફ સાત મહિલાઓમાંશંકાસ્પદ લક્ષણો દેખાતા હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.પાલનપુર પાટિયા પાસે આવેલી પટેલવાડી નજીક ભરાતી શાક માર્કેટ પોલીસ અને તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવી છે મોટી સંખ્યામાં લોકો અહી એકઠા થતા હોવાથી તાત્કાલિક બંધ કરાવાઈ હતી.વરાછા પોલીસને સેનિટાઇઝ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બહારથી આવતા પોલીસકમીઓ અને લોકોને પણ સેમેટાઇઝ કરવામાં આવ્યા હતાં. સ્મશાનભૂમિમાં પણ સોશિયલ ડિસટન્સ જળવાઈ રહે તે માટે સાત જ લોકોને પ્રવેશ અપાય છે.55 વર્ષથી વધુ ઉમરના પોલીસ કર્મચારીઓને વાહનચેકિંગમાં ન રાખવાનો પોલીસ બેડામાં નિર્ણય કરાયો છે.

પોલીસે દાખવી સાવચેતી

કોરોના મોટી ઊંમરની વ્યક્તિમાં વધુ ફેલાતો હોવાની વાતે સુરત પોલીસ સ્પેશિયલ ડીસીપી દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. જેમાં 55 વર્ષથી મોટી ઉંમરના લોકોને વાહન ચેકીંગ કે ભીડ ભાડવાળી જગ્યાએ ડ્યુટી ન આપવા નિર્ણય કરાયો છે.

અશ્વિનિકુમાર સ્મશાનભૂમિ દ્વારા નિર્ણય

અશ્વિનિકુમાર સ્મશાનભૂમિમાં મૃતકની નજીકના સાત જ લોકોને પ્રવેશ આપવામાં આવે છે સાથે જ તમામ લોકોનું સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે સર્કલ કરવામાં આવ્યાં છે. જેમાં જ ડાઘુઓએ ઉભા રહેવાનું રહે છે.

પોલીસ કર્મીઓને પણ સેનિટાઈઝ કરાય

કોરોના વાયરસને લઈને મનપાની ટિમ આગળ આવી છે અને અલગ અલગ વિસ્તારમાં સેનિટાઇઝ કરવાની કામગીરી શરૂ કરી છે આ ઉપરાંત પોલીસની ગાડીઓ પણ સેનેટાઇઝ કરવામાં આવી રહી છે ત્યારે સુરતના વરાછા પોલીસ મથકે મનપાની ટીમ દ્વારા સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું. સમગ્ર વરાછા પોલીસ મથકમાં ખૂણે ખૂણે મનપાની ટિમ દ્વારા સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત તમામ પોલીસકર્મીઓ અને લોકોને પણ સેનિટાઇઝ કરવામાં આવ્યા હતાં.

કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી

7 જેટલી મહિલામાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો દેખાતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.શંકાસ્પદ લક્ષણો ધરાવતી મહિલાઓએ છેલ્લા ઘણા દિવસોથી ક્યાંય પણ ગઈ ન હતી કે કોઈ પ્રવાસ કર્યો ન હતો. કોમ્યુનિટિ ટ્રાન્સફરથી આ મહિલાઓમાં કોરોના પ્રવેશ્યો હોય તેવી આશંકા સેવવામાં આવી રહી છે.

પોલીસે માર્કેટ બંધ કરાવી

કોરોના વાયરસને લઈને ભારત લોક ડાઉન છે અને સુરતમાં લોકોને શોશ્યલ ડીસટન રાખવા જણાવવામાં આવ્યું છે ત્યારે શાકભાજી ખરીદવા મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉતરી રહ્યા છે ત્યારે સુરતના પાલનપુર પાટિયા નજીક પટેલ વાડી પાસે શાકભાજી માર્કેટ ભરાઈ છે અહી આજે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા જેની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તાત્કાલિક આ શાક માર્કેટ બંધ કરાવી હતી ઉલ્લેખનીય છે કે આ વાયરસ એક બીજાને અડવાથી વધારે ફેલાઈ છે ત્યારે લોકોને શોશ્યલ ડીસટન રાખવા પણ અપીલ કરાઈ છે તેમ છતાં અહી મોટી સંખ્યામાં લોકો એકઠા થતા પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી

14 વર્ષીય સગીરામાં શંકાસ્પદ લક્ષ્ણ

1. પાલનપુર જકાત નાકાની 40 વર્ષીય મહિલા ખાનગી હોસ્પિટલમાં દાખલ
2. મોટા વરાછાની 80 વર્ષીય મહિલા
3. પીપલોદની 14 વર્ષીય સગીરા
4. કતારગામની 70 વર્ષીય મહિલા
5. પીપલોદ ની 50 વર્ષીય મહિલા
6. અડાજણ ની 80 વર્ષીય મહિલા
7. વેસુ ની 21 વર્ષીય યુવતી ને શહેરની જુદી જુદી હોસ્પિટલોમાં કોરોના શંકાસ્પદ દર્દી તરીકે દાખલ
શહેરમાં અત્યાર સુધી 70 લોકોના સેમ્પલ લેવાયા છે. 57 નેગેટિવ, 6 પોઝિટિવ, 1 મોત અને 6 દર્દીઓનો રિપોર્ટ પેન્ડિંગ છે.

સિવિલ હોસ્પિટલમાં સર્કલ બનાવાયા

સિવિલ હોસ્પિટલની તમામ OPD, લેબોરેટરી, કેસ બારી અને દવા બારી સહિત ના વિભાગ બહાર ગોળ સર્કલ બનાવાયા છે.કોરોના વાઇરસથી બચવા હોસ્પિટલ તંત્રનો પ્રયાસ છે. સિક્યુરોટી ગાર્ડન જવાનો દર્દીઓને ગોળાકારમાં ઉભા રાખવાની જવાબદારી ઉપાડી છે. સર્કલની બહાર ગયા તો ગેટ બહાર જશો એ જ એક છેલ્લો રસ્તો અખત્યાર કરવામાં આવી રહ્યો હોવાથી લોકો પણ નિયમનું પાલન કરી રહ્યાં છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પોલીસ સ્ટેશનના કર્મચારીઓને પણ સેનિટાઈઝ કરવામાં આવ્યાં હતાં.


કોરોના પોઝિટિવ વેપારીના પુત્રનો નેગેટિવ રિપોર્ટ આવતાં કાપડમાર્કેટના વેપારીઓએ હાશકારો અનુભવ્યો છે.


સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર માટે સાત લોકોને જ પ્રવેશ અપાય છે સાથે સોશિયલ ડિસટ્ન્સ જળવાઈ રહે તે માટેની તકેદારી રાખવામાં આવે છે.


પાલનપુર પાટીયાની શાકમાર્કેટ લોકોની ભીડને કાબૂ કરવા બંધ કરાવવામાં આવી છે.