Home Gujarati પિતાનું કોરોનાથી મોત, હોમ ક્વોરોન્ટાઈનમાં રહેલા પુત્રએ કહ્યું, 10 દિવસ થયા, કોઈ...

પિતાનું કોરોનાથી મોત, હોમ ક્વોરોન્ટાઈનમાં રહેલા પુત્રએ કહ્યું, 10 દિવસ થયા, કોઈ તકલીફ નથી

102
0

સુરતઃ કોરોના વાઈરસના ચેપને વધતો અટકાવવા સરકાર દ્વારા વિદેશથી આવેલા નાગરિકોને ક્વોરોન્ટાઈનમાં રહેવા જણાવ્યું છે. અઠવાલાઈન્સમાં રહેતા અંકુરે જણાવ્યું હતું કે, મારાપિતાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમનુ મૃત્યું થયું હતું. જેથી અમને ક્વોરોન્ટાઈનમાં ખસેડવામાં આવ્યા છે. હાલ 10 દિવસ થયા છે. અહીં અમને કોઈ તકલીફ નથી.

એક બીજાના સંપર્કમાં આછું આવવાનો પ્રયાસ કરવો જોઈએ

અંકુરે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ 21 દિવસનું લોકડાઉન કરી ઘરમાં જ રહેવા અપીલ કરી છે. જેથી લોકોએ કામ પુરતું જ ઘરની બહાર નીકળવું જોઈએ. આ વાઈરસ ખૂબ જ ખતરનાક છે. ખાસ એક બીજાના સંપર્કમાં આછું આવવાનો પ્રયાસ કરવો જોઈએ.અંકુરની પત્ની અટીકાએ પણ અપીલ કરી હતી કે, ઘરમાં જ રહો. અમારી સાથે થયું તે તમારી સાથે ન થાય તેની કાળજી રાખો,

ઘરમાં જ રહેવા અપીલ કરી

હોમ ક્વોરોન્ટાઈનમાં રહેલા સી યુ પટેલે જણાવ્યું હતું કે, હું વિદેશ ફરી આવ્યો હતો. હોમ ક્વોરોન્ટાઈનમાં 20 દિવસથી છું અને હજુ પણ સ્વેચ્છાએ હોમ ક્વોરોન્ટાઈનમાં જ છું. હોમ ક્વોરોન્ટાઈનનો સદઉપયોગ કર્યો છે. પરિવાર સાથે સુખ-દુઃખની પળો વિતાવી રહ્યો છું. સી યુ પટેલે લોકોને અપીલ કરી હતી કે, ઈમરજન્સીમાં જ ઘરની બહાર નીકળવું જોઈએ.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ક્વોરોન્ટાઈનમાંથી યુવકે પરિસ્થિતી વર્ણવી