Home Gujarati પત્નીને બદનામ કરવા તેના બીભત્સ ફોટો સાળાને મોકલ્યા

પત્નીને બદનામ કરવા તેના બીભત્સ ફોટો સાળાને મોકલ્યા

171
0


અગાઉ પરિણીત હોવાની વાત છાની રાખીને ગાંધીનગરના યુવાને ચાંદલોડિયાની યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. બે લગ્નનો ભાંડો ફૂટી જતાં યુવતીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પત્નીને બદનામ કરવા પતિએ પત્નીના બીભત્સ ફોટા સાળા અને સસરાને મોકલ્યા હતા.

ચાંદલોડિયાની કાજલ(નામ બદલેલ છે) નાં લગ્ન 2018 માં ગાંધીનગરમાં રહેતા દિવ્યાંગ પરમાર સાથે થયા હતા. જો કે દિવ્યાંગે કાજલ સાથે લગ્ન કર્યા હોવા છતાં બીજા લગ્ન કરી લીધા હોવાનું કાજલના ધ્યાન ઉપર આવતા કાજલે આ અંગે ગાંધીનગર મહિલા પોલીસમાં ફરિયાદ કરી નોંધાવી હતી. ત્યારથી કાજલ ચાંદલોડિયામાં તેના ભાઇ અને પિતા સાથે રહે છે. 13 ઓગસ્ટે સવારે દિવ્યાંગે કાજલના ભાઇ વિપુલના મોબાઈલ ઉપર કાજલના 7 થી 8 બીભત્સ ફોટા મોકલ્યા હતા. આ સાથે દિવ્યાંગે લખાણ લખ્યું હતું કે,આ તો ખાલી એક્સઝામ્પલ છે. તારી બહેનના ધંધા આખું ગામ જોશે, તારી બહેનના આ ફોટા આખી દુનિયા જોશે, તેમ કહીને ફોટા વહેતા કરવાની ધમકી આપી હતી. દિવ્યાંગે તે જ ફોટા કાજલના પિતાને પણ વોટ્સએપ પર મોકલ્યા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today