Home Gujarati નિકોલમાં પોલીસે શાકની લારીઓ ઉંધી વાળ્યાનો વીડિયો વાઈરલ થયો, પીઆઈ સસ્પેન્ડ 

નિકોલમાં પોલીસે શાકની લારીઓ ઉંધી વાળ્યાનો વીડિયો વાઈરલ થયો, પીઆઈ સસ્પેન્ડ 

98
0

અમદાવાદ: એક બાજુ સરકાર લોકડાઉનમાં લોકોને શાકભાજી અને કારિયાણું લેવા માટે છૂટ આપી છે. ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તાર નિકોલનો આજે એક વીડિયો વાઈરલ થયો છે જેમાં પોલીસ શાકભાજી વેચવા નિકળેલા ફેરિયાઓની શાકભાજીને પણ રોડ પર ફેંકી દેતી નજરે ચઢે છે. ત્યારે લોકોનું કહેવું છે કે, પોલીસવાળાએ શાકની લારી ઉંધી વાળી દેવાને બદલે તેને જપ્ત કરીને જરૂરિયાતમંદોમાં વહેંચવાની જરૂર હતી.વીડિયો વાઇરલ થતાં ડીજીપી શિવાનંદ ઝાએ તેની ગંભીર નોંધ લીધી હતી. ડીજીપીના આદેશથી પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ કાર્યવાહી કરતા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઈ વી.આર. ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગઈકાલે ડીજીપીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, પોલીસે પણ લોકો સાથે સંવેદનશીલતાથી કામ કરવું જોઈએ.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


nikol police inverted a lorry of vegetables,video viral