Home Gujarati દુનિયાની સૌથી લાંબી ટનલ મળી, 4,309 ફુટ લાંબી ટનલમાં લિફ્ટ, રેલવે...

દુનિયાની સૌથી લાંબી ટનલ મળી, 4,309 ફુટ લાંબી ટનલમાં લિફ્ટ, રેલવે ટ્રેક અને એર વેલ્ટીનેશનની સુવિધા છે

117
0

કેલિફોર્નિયા: અમેરિકા-મેક્સિકોની બોર્ડર પર અત્યાર સુધીની દુનિયાની સૌથી મોટી ટનલ મળી છે. આ ટનલ 4,309 ફુટ લાંબી છે. અમેરિકાના ઓફિસરો પ્રમાણે, તેમાં લિફ્ટ, રેલવે ટ્રેક, ડ્રેનેજ સિસ્ટમ, એર વેલ્ટીનેશન અને હાઈ વોલ્ટેજ ઈલેક્ટ્રિક કેબલ્સ છે.

આ ટનલની મદદથી મેક્સિકન શહેર તિઝુઆનાની ઇન્ડસ્ટ્રીયલ સાઈટથી કેલિફોર્નિયાના સેન ડીએગો શહેરને જોડવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, આ ટનલની અંદર કોઈ ડ્રગ્સના અંશ મળ્યા નથી. જો કે, હજુ સુધી એ વાતની ખબર નથી પડી કે આ ટનલ બનાવી કોણે હશે! સુરંગની એન્ટ્રન્સને મેક્સિકોના ઓફિસરે ઓગસ્ટ મહિનામાં શોધી હતી. ત્યારબાદ અમેરિકાના ઓફિસરોએ શોધખોળ કરીને મેપ તૈયાર કર્યા બાદ ટનલની ખબર જાહેર કરી હતી.

યુએસ કસ્ટમ અને બોર્ડર પ્રોટેક્શના ઓફિસરોએ જણાવ્યું કે, આ ટનલ જમીનથી 70 ફુટ ઊંડી છે. તે 5.5 ફુટ ઊંચી અને 2 ફુટ પહોળી છે. આ સુરંગને બનાવવા માટે કેટલો સમય લાગ્યો હશે તે હજુ ખબર પડી નથી. વર્ષ 2016માં કેલિફોર્નિયાથી મેક્સિકો સીમાને જોડતી ઘણી સુરંગ મળી હતી.આની પહેલાં વર્ષ 2014માં સેન ડીએગો શહેરમાં 2966 ફુટની ટનલ મળી આવી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Longest smuggling tunnel found, lift, from rail trek to air ventilation


Longest smuggling tunnel found, lift, from rail trek to air ventilation


Longest smuggling tunnel found, lift, from rail trek to air ventilation