Home Gujarati દશામાની 16 હજારથી વધુ મૂર્તિઓનું કૃત્રિમ તળાવમાં વિસર્જન

દશામાની 16 હજારથી વધુ મૂર્તિઓનું કૃત્રિમ તળાવમાં વિસર્જન

252
0


શહેરમાં દશામાના વ્રત નિમિત્તે સુરત મહાનગર પાલિકા દ્વારા ઓવારાઓ પર કરાયેલી તળાવની વ્યવસ્થાને કારણે સોળ હજારથી વધુ પ્રતિમાઓનું વિસર્જન સરળ બન્યું હતું. તેમાં સૌથી વધારે પ્રતિમાઓ વરાછા અને કતારગામ ઝોનમાં કૃત્રિમ તળાવમાં વિસર્જન કર્યું હતું.

શહેરમાં દશામાના વ્રત નિમિત્તે સૌપ્રથમવાર આ વર્ષે કૃત્રિમ તળાવોમાં પ્રતિમાઓનું વિસર્જન શક્ય બન્યું હતું. આ માટે સુરત પાલિકા દ્વારા શહેરના પાંચ ઓવારાઓ પર વ્યવસ્થા કરાઈ હતી. જેમાં પહેલા દિવસે બે ઓવરાઓ અડાજણનો રામજી ઓવારો અને નાનપુરાનો ડક્કા ઓવારો બંધ રહ્યાં હતા. તે દિવસે ફક્ત 1867 જેટલી પ્રતિમાઓનું વિસર્જન તળાવોમાં થયું હતું. જે ડુમસ કાદીફળિયા, કતારગામ લંકાવિજય અને વરાછા ઝોનના ઓવારા પર થયા હતા. બાદ બીજા દિવસે સૌથી વધારે પ્રતિમાઓનું કૃત્રિમ તળાવમાં વિસર્જન થયું હતું.જેમાં રામજી ઓવારો અને ડક્કા ઓવારો ચાલુ થતાં પાંચે ઓવારા ચાલુ રહ્યાં હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today