Home Gujarati ટ્રાફિક પોલીસે હેલમેટ વગર બાઈક ચલાવનાર સગીરને 42 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો

ટ્રાફિક પોલીસે હેલમેટ વગર બાઈક ચલાવનાર સગીરને 42 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો

121
0

ભુનેશ્વર: ઓરિસ્સામાં ટ્રાન્સપોર્ટેશન વિભાગે હેલમેટ વગર બાઈક ચલાવનારા સગીર પર 42,500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટના અધિકારીએ જણાવ્યું કે, ભદ્રક જિલ્લાના રાનીગડિયા વિસ્તારમાં આર.ટી.ઓએ એક સગીર વયના છોકરાને ચેકિંગ દરમિયાન બાઈક ચલાવતા પકડ્યો હતો. તેની પાસે ડ્રાઇવિંગ લાઈસન્સ કે બાઈકના કોઈ કાગળિયાં પણ નહોતા. આથી તેને મોટર વ્હીકલ એક્ટ હેઠળ દંડ ફટકાર્યો છે.

આર.ટી.ઓનું કહેવું છે કે, છોકરાઓને નાની ઉંમરમાં વાહન ચલાવવા આપવાથી રસ્તાના એક્સિડન્ટ વધારે થાય છે. માતા-પિતાએ તેમના સગીર ઉંમરના સંતાનોને વાહન ન આપવું જોઈએ.અંડરએજ ડ્રાઈવિંગ, લાઈસન્સ વગર વાહન ચલાવવું, સ્પીડિંગ-રેસિંગ અને ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરનાર પર કાર્યવાહી થશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


A minor was riding without a helmet bike, challan of 42 thousand rupees