પોલેન્ડ: ઘણી વખત એક નાનકડી ભૂલની આખી જિંદગી દરમિયાન તેની મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે. પોલેન્ડમાં 25 વર્ષીય મોડેલ પોતાની આંખની કીકી પર બ્લેક કલરની ડાઈ કરાવવા માટે ટેટૂ આર્ટિસ્ટ સાથે ગઈ હતી, ટેટૂ આર્ટિસ્ટની એક ભૂલને લીધે તે બંને આંખે અંધ થઈ ગઈ છે. એલેકસાન્દ્રા સેડોવ્સ્કા વેસ્ટ પોલેન્ડના વ્રોક્લો શહેરની રહેવાસી છે. થોડા સમય પહેલાં તેણે પોતાની આંખોની કીકીને બ્લેક કલરની કરાવવાનું વિચાર્યું હતું. માત્ર કીકી જ નહીં પણ તેને આંખનો સફેદ ભાગ પણ બ્લેક કરાવવો હતો.
ડોક્ટરે કહ્યું, આંખ સંપૂર્ણ ડેમેજ છે, કોઈ સારવાર શક્ય નથી
25 વર્ષીય મોડેલે ટેટૂ આર્ટિસ્ટ સાથે આંખ બ્લેક કરાવી દીધી. થોડા દિવસ પછી તેને અચાનક આંખમાં દુખાવો ઉપડ્યો તે ટેટૂ આર્ટિસ્ટને બતાવવા પણ ગઈ પણ તેણે કહ્યું કે, આ નોર્મલ છે થોડા દિવસમાં સારું થઈ જશે. સ્થાનિક મીડિયાએ ટેટૂ આર્ટિસ્ટનું નામ પિચોતેર જણાવ્યું છે. થોડા જ દિવસમાં પરિસ્થિતિ નોર્મલ થવાને બદલે તેણે જમણી આંખનું વિઝન ગુમાવ્યું. ડોક્ટરે તપાસ બાદ જણાવ્યું કે, હવે આંખનો કોઈ ઈલાજ શક્ય નથી. ટૂંક સમયમાં ડાબી આંખની પરિસ્થિતિ પણ આવી જ થશે.
ટેટૂ આર્ટિસ્ટને પોતાની ભૂલ પર કોઈ પસ્તાવો નથી
ટેટૂ આર્ટિસ્ટે આંખની કીકી બ્લેક કરવામાં ગંભીર ભૂલ કરી હતી. તેણે બોડી પર ટેટૂ કરવાની જ ઈન્ક તેની આંખને બ્લેક કરવા માટે વાપરી હતી, જે કોઈ પણ સંજોગે આંખથી દૂર રાખવી ફરજીયાત છે. ટેટૂ આર્ટિસ્ટને હજુ પણ પોતાની કરેલી ભૂલ પર કોઈ પસ્તાવો નથી તેને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
એલેકસાન્દ્રા ડાબી આંખ પણ ગુમાવી બેસશે
મોડેલના વકીલે લોકલ મીડિયાને કહ્યું કે, આ કેસમાં ક્લિઅર કોઈ શકાય છે કે, ટેટૂ આર્ટિસ્ટે આંખ જેવા સેન્સિટિવ અંગમાં પણ બેદરકારી દાખવી છે.
તો બીજી તરફ એલેકસાન્દ્રાએ કહ્યું કે, ડોક્ટર પણ હવે મારી ગુમાવેલી આંખમાં કંઈ કરી શકે તેમ નથી. મને ચિંતા થાય છે કે કદાચ હું મારી બીજી આંખનું વિઝન પણ ન ગુમાવી બેસુ.